Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

આજી નદીના પટમાં તીનપત્તી રમતા ૯ શખ્‍સો પકડાયા

થોરાળા પોલીસના કોન્‍સ રમેશભાઇ અને જયદેવભાઇની બાતમીઃ ૧ર હજારની રોકડ કબ્‍જે

રાજકોટ તા.૪ : લાખાજીરાજ ઉદ્યોનગર પાસે આજી નદીના પટમાં થોરાળા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા નવ શખ્‍સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ લાખાજીરાજ ઉદ્યૌગનગર શેરી નં. ૮/૯ના ખુણે આજીનદીના પટમાં કેટલાક શખ્‍સો જુગાર રમતા હોવાની થોરાળા પોલીસ મથકના કોન્‍સ રમેશભાઇ તથા જયદીપભાઇને બાતમી મળતા આજી નદીના પટમાં દરોડો પાડી મયુરનગર સોસાયટી શેરી નં.૧ ના મનસુખ બાબુભાઇ ફતેપરા, મેહુલ શામજીભાઇ ચૌહાણ, ચુનારાવાડ સોસાયટી શેરી નં.૧ના વિજય મધુભાઇ બારૈયા, લાખાજીરાજ શેરી નં.૪ ના વસીમ દિલાવરભાઇ કુરેશી, મયુરનગર સોસાયટી શેરી નં.૬ના સાગર સુરેશભાઇ પરીયા, ચૂનારાવાડ શેરી નં. ૧ના આનંદ દિલીપભાઇ પરીયા, શેરી નં. ૬ના ભાવેશ સુરેશભાઇ પરીયા, ચૂનારાવાડ શેરી નં.૧ના રોહીત સંજયભાઇ પરીયા, તથા મયુરનગર સોસાયટી શેરી નં. ૬ના કૈલાશ હસુભાઇ કસદળીયાને પકડી લઇ રૂા.૧ર,૦ર૦ ની રોકડ કબ્‍જે કરી હતી આ કામગીરી પી.આઇ. જે.આર.દેસાઇના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. પી.એન. ત્રીવેદી, વિમલભાઇ, જયદીપભાઇ, જગદીશભાઇ તથા રમેશભાઇ દ્વારા કરવામાં આવી હતી.

હરીહર ચોક પાસેથી

બે શખ્‍સો પકડાયા

એ. ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્‍સ. એલ.એ.જતાપરા તથા કોન્‍સ હરપાલસિંહ જાડેજા સહિત પેટ્રોલીંગમાં હતા ત્‍યારે બાતમીના આધારે હરીહર ચોક શૌચાલય પાસે દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા હરીહર ચોક પાસે રહેતો સાજીદ ઉર્ફે હરીયો, મહેબુબભાઇ બ્‍લોચ, કેવડાવાડી શેરી નં.૪/રરના છત્રસિંહ પથુભા ઝાલાને પકડી લઇ રૂા.૭૬૦૦ ની રોકડ કબ્‍જે કરી કાર્યવાહી કરી હતી.

(4:08 pm IST)