Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

હનીટ્રેપમાં ફસાવી ગેંગરેપની ફરિયાદ રદ કરવા માટે મોટી રકમનો તોડ કરવાના ગુનામાં વધુ એક ઝડપાયો

આઇયુસીએ ડબલ્‍યુ યુનિટની ટીમે ઇમ્‍તિીયાઝ દલને જૂનાગઢથી દબોચ્‍યોઃ અગાઉ રજાક હાલેપોતરા, નુરમા સિપાઇ અને અનીતા શીંગાળા પકડાયા હતા

રાજકોટ તા.૪: રાજકોટમાં રહેતા ત્રણ સિનિયર સીટીઝન મિત્રોને હનીટ્રેપમાં ફસાવી, મોટી રકમનો તોડ કરવા  અને તેમાં સફળતા ન મળે તો ગેંગરેપની ફરિયાદ નોંધાવી તેને રદ કરાવવાના બદલામાં સમાધાન હેઠળ મોટી રકમનો તોડ કરવાના ગંભીર ગુનામાં સામેલ વધુ એક આરોપીને આઇ.યુ.સી.એ ડબલ્‍યુ યુનિટની ટીમે જૂનાગઢથી ઝડપી લીધો હતો.

મળતી વિગત મુજબ રાજકોટમાં રહેલા નટુભાઇ સોજીત્રાએ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમા પોતાને અને બે મીત્રોને આરોપી ઇમ્‍તીયાઝ દલ, રજાક હાલેપોતરા, નુરમા સિપાઇ અને અનીતા શિંગાળા ચારેયએ હનીટ્રેપ ગોઠવી તેમા ફસાવી પોતાની પાસેથી મોટી રકમનો તોડ કરવા અને તેમા સફળતા ન મળે તો તેના વિરૂધ્‍ધ અનીતાએ ગેંગરેપની ફરિયાદ નોંધાવી હતી, આ ફરીયાદ રદ કરવા માટે સમાધાનના બહાના હેઠળ મોટી રકમનો તોડ કરવાના ઇરાદે પૂર્વયોજીત કાવત્રુ ઘડી આરોપી અનીતા શીંગાળાએ પોતાને ફોન કહી લલચાવી પ્રેમ સંબંધ અંગેની વાતો કરી શરીર સંબંધ બાંધવા બાબતે વાત કરી હતી અને બાદ અનીતા જૂનાગઢથી રાજકોટ આવી પોતાને અને તેના બંને મિત્રોને કોઇ સ્‍થળપર લઇ ગયા બાદ બંને સિનિયર સીટીઝન મિત્રોને મળી તેમની પાસેથી રૂ. ૨ હજાર લઇ અનીતા  શીંગાળા પોતે સ્‍વેચ્‍છાએ બનાવ સ્‍થળેથી જતી રહી હતી. બાદ અનીતા એ પોતાને ફોન કરી સિવિલ હોસ્‍પિટલ ચોક ખાતે બોલાવતા પોતે ત્‍યાં ગયા ન હતા. જેથી મોટી રકમનો તોડ કરવાનો ઇરાદો સફળ  થયો ન હતો. તેથી અનીતાએ ત્રણેય સીનીયર સીટીઝન મિત્રો વિરૂધ્‍ધ ગેંગરેપનો ખોટી ફરિયાદ કરી હતી. આ ગેંગરેપની ફરીયાદ રદ કરાવવા માટે સમાધાન માટે રૂ. ૩૦ લાખની માંગણી કરવામાં આવી હતી. બાદમાં ૪ લાખ લેવા માટે તૈયાર થઇ રૂ. ૨૫ હજાર પડાવ્‍યા હતા. આ પ્રકરણમાં અગાઉ અનિતા કાંતીલાલ શીંગાળા, રજાક ઇકબાલ હાલેપોતરા,નુરમા ઇકબાલ સિપાઇની પોલીસે ધરપકડ કરી હતી. હાલમાં ત્રણેય આરોપીઓ જેલમાં છે. આ ગુનામાં  વોન્‍ટેડ ઇમ્‍તીયાઝ અંગે મહિલા પોલીસની આઇ.યુ.સી.એ ડબલ્‍યુ યુનિટની ટીમે બાતમીના આધારે ઇમ્‍તીયાઝ  હબીબભાઇ દલ (ઉ.વ.૩૪) રહે સાંબલપુર ગામ મેઇન રોડ, દલ પ્રોવિઝન સ્‍ટોરની બાજુમાં જૂનાગઢ)ને જૂનાગઢથી પકડી લીધો હતો. ઇમ્‍તીયાઝ અગાઉ જૂનાગઢ ઉપરાંત  રાજકોટ ગ્રામ્‍ય પોલીસમાં લૂંટ, ગુનાઇત કાવતરૂ, ચોરી સહિતના ચાર ગુનામાં પકડાઇ ચૂકયો છે આ કામગીરી પી.આઇ.એસ.આર. પટેલના માર્ગદર્શન હેઠળ, પી.એસ.આઇ.  અ.ેજ.ે લાઠીયા, એ.એસ. આઇ. હિતેન્‍દ્રભાઇ ગઢવી, દિપાબેન એવીયા, કોન્‍સ હસમુખભાઇ, તથા કાજલબેન દ્વારા કરવામાં આવી હતી.

(3:59 pm IST)