Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

ભગવતીપરા રેલ્‍વેના ઓવર બ્રીજ નીચેથી લોખંડના સળીયા ચોરી વેચવા નીકળેલ દંપતી ઝડપાયુ

બીડીવીજન પોલીસે લાતીપ્‍લોટમાંથી તુષાર, પંડયા અને તેની પત્‍નિ કિરણ પંડયાને દબોચ્‍યા

રાજકોટ તા.૪ : શહેરના લાતીપ્‍લોટમાં બીડીવીજન પોલીસે  બાતમીના આધારે ચોરાઉ લોખંડના સળીયાના જથ્‍થા સાથે દંપતીને પકડી લઇ પૂછપરછ હાથ ધરી છે. મળતી વિગત મુજબ લાતીપ્‍લોટમાં એક દંપતી શંકાસ્‍પદ લોખંડના સળીયા વેચવા નીકળ્‍યા હોવાની બી ડીવીજન પોલીસ મથકના એ.એસ.આઇ. સલીમભાઇ માડમ તથા હેડ કોન્‍સ કેતનભાઇ નીકોલાને બાતમી મળતા લાતી પ્‍લોટ શેરી નં. ૧૦ માંથી પારેવાડી ચોક ખોડીયાર પરા શેરી નં.૩ મા રહેતા તુષાર રસીકભાઇ પંડયાં (ઉ.વ.૩૩)અને તેની પત્‍ની કિરણ તુષાર પંડયા (ઉ.વ.૨૦)ને પકડી લઇ રૂ.૩૩૬૦ ની કિંમતના ૫૯ નંગ લોખંડના સળીયા કબ્‍જે કર્યા હતા. પોલીસે ખંનેની પૂછપરછ કરતા બંને એ છેલ્‍લા દસ દિવસ દરમ્‍યાન અલગ-અલગ સમયે ભગવતી પરામાં નવા બનતા રેલવે ઓવરબ્રીજ પાસેથી લોખંડના સળીયા ચોરી કર્યાની કબુલાત આપી હતી. કિરણ પંડયા અગાઉ ચોરીના ગુનામાં ક્રાઇમ બ્રાંચમાં પકડાઇ હતી.

આકામગીરી પી.આઇ.એમ.સી. વાળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એચ. એમ. જાડેજા, એ એસ.આઇ.એસ.એમ. માડમ, હેડ કોન્‍સ કેતનભાઇ નીકોલા, મોહસીનખાન મલેક, પ્રકાશભાઇ ખાંભરા, મનોજભાઇ મકવાણા, લાલજીભાઇ હાડગડા, નિલેશભાઇ વાવેચા, વિશ્વજીતસિંહ ઝાલા, મિતેષભાઇ આડેસરા તથા મહેશભાઇ ખાંભલીયા દ્વારા કરવામાં આવી હતી.

(3:56 pm IST)