Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

શહેરમાં અનેક સ્‍થળોએ સુચિત અને મફતીયાપરા વિસ્‍તારમાં દબાણ કરી વસવાટ કરતા હોય ત્‍યાં પગલા લેવાતા નથી ત્‍યારે

મવડીમાં તંત્રની કુવૃતિઃ દસ્‍તાવેજ ધરાવતા મકાનોને પણ નોટિસ

મિલ્‍કતધારકો નિયમીત વેરાબીલ ભરે છે, આમ છતાં પણ અરજદારોના કોઈપણ જાતના આધાર પુરાવા માન્‍ય ન રાખી પ્‍લોટમાં ટેકનીકલ દબાણ થયેલ છે તેવું કારણ દર્શાવી મિલ્‍કતોનું ડીમોલેશન કરવાનો હુકમ ફરમાવી દીધોઃ રહેવાસીઓની હૈયાવરાળ

રાજકોટઃ મવડીમાં દસ્‍તાવેજ ધરાવતા મકાનધારાકોને પણ નોટિસ ફટકારી દેવામાં આવતા રહેવાસીઓમાં રોષની લાગણી ફેલાઈ છે. સુચિત અને મફતીયાપરા વિસ્‍તારોમાં અનેક લોકો દબાણ કરી વસાવાટ કરવા માંડે છે. ત્‍યારે કાયદેસર મકાન ધરાવતા માલીકોને વિનાવાંકે તંત્ર દ્વારા નોટિસ ફટકારી દેવામાં આવતા રહેવાસીઓએ ‘અકિલા' કાર્યાલયે પોતાની હૈયાવરાળ ઠાલવી હતી.
જેમાં જણાવાયું છે ેક રાજકોટ જીલ્લાના રાજકોટ તાલુકાના મોજે ગામ મવડીના જુના સર્વે નં.૨૮ (નવા સર્વે નં.૧૨૬) પૈકીની જમીનના પ્‍લોટસ નં.૧૧, ૨૯ અને ૩૧ની કુલ જમીન ચો.મી.૧૯૯૪-૮૭ની જમીન બાબતે જમીન માલીક તથા સરકાર વચ્‍ચે તકરાર ચાલતી હતી. જેમાં કાયદાકીય કાર્યવાહી થયેલ હતી. સદરહુ મવડીના જુના સર્વે નં.૨૮ (નવા સર્વે નં.૧૨૬) પૈકીની જમીનના પ્‍લોટસ પૈકી પ્‍લોટ નં.૧૨, ૨૮ અને ૩૨ અંગે કોઈપણ જાતની તકરાર ન હોવા છતાં સદરહુ પ્‍લોટ નં.૧૨, ૨૮ અને ૩૨ના ધારકોએ કોઈપણ જાતનું દબાણ કરેલ ન હોવા છતાં હાલમાં મામલતદારશ્રી- રાજકોટ દ્વારા લેન્‍ડ રેવન્‍યુ કોડની કલમ-૨૦૨ હેઠળ આ પ્‍લોટ ધારકોને નોટીસ મોકલીને આ ત્રણેય પ્‍લોટનું ડીમોલેશન કરવાની સૌપ્રથમ નોટીસ જે ફાઈનલ નોટીસ તરીકે આપવામાં આવેલ છે. આ અગાઉ આ પ્‍લોટ ધારકોને નોટીસ મોકલીને આ ત્રણેય પ્‍લોટનું ડીમોલેશન કરવાની સૌપ્રથમ નોટીસ જે ફાઈનલ નોટીસ તરીકે આપવામાં આવેલ છે. આ અગાઉ આ પ્‍લોટ ધારકોને કોઈપણ જાતની નોટીસ આપવામાં આવેલ નથી કે જાણ પણ કરવામાં આવેલ નથી.
પ્‍લોટ નં.૧૨, ૨૮ અને ૩૨ના હાલના કબજે ધારકોએ સદરહુ હું પ્‍લોટસ કાયદેસર રીતે રજીસ્‍ટર્ડ વેચાણ દસ્‍તાવેજોથી કાયદેસરનો ચુકતે અવેજ ચુકવીને ખરીદ કરેલ છે અને સદરહુ  કબજે ધારકો છેલ્લા ત્રીસેક વર્ષોથી અહીં રહે છે, આજ દિવસ સુધી કયારેય આ બાબતેનો પ્રશ્ન ઉપસ્‍થિત થયેલ નથી. પરંતુ હાલમાં અન્‍ય વ્‍યકિતઓના ઈશારે મામલતાદરશ્રી આ પ્‍લોટ નં.૧૨, ૨૮ અને ૩૨ની જમીન ગેરકાયદેસર રીતે ખાલી કરાવવા ઈચ્‍છે છે જેથી તેઓએ  આ પ્‍લોટ ધારકોને ગેરકાયદેસર અને ગેરબંધારણીય નોટીસ મોકલેલ છે, સદરહુ નોટીસમાં જે અગાઉ થયેલી કાયદાકીય કાર્યવાહીનો ઉલ્લેખ કરવામાં આવેલ છે તે કાયદાકીય કાર્યવાહી પ્‍લોટસ નં.૧૧, ૨૯ અને ૩૧ી સામે થયેલ હતી, આ કાયદાકીય કાર્યવાહી કોઈપણ રીતે પ્‍લોટ નં.૧૨, ૨૮ અને ૩૨ને બંધનકર્તા રહેતી નથી કે લાગુ પડતી નથી આમ છતાં આ પ્‍લોટ ધારકોને કોઈ કારણોસર હેરાનપરેશાન કરવા માટે તેમને કોર્ટ ઓફ કન્‍ટેમ્‍ટ જેવા ખોટા કારણોસર નોટીસ મોકલીને તેમના પ્‍લોટનું ડીમોલેશન કરવાનું જણાવવામાં આવેલ છે.
રાજકોટ શહેરમાં ઘણા સુચિત તથા મફતીયાપરાના વિસ્‍તારમાં લાખો લોકો દબાણ કરીને વસવાટ કરે છે. આમ છતાં તેમના વિરૂધ્‍ધ કોઈ કાર્યવાહી થયેલ નથી, આ ઉપરાંત સદરહુ પ્‍લોટસ જે વિસ્‍તારમાં આવેલ છે તે ગામ મવડીના જુના સર્વે નં.૨૮ (નવા સર્વે નં.૧૨૬) પૈકીનો આખો સર્વે નંબર શીફ્‌ટીંગમાં છે જેમાં આશરે હજારેક જેટલા મકાનોમાં શીફટીંગ થાય છે, આમ ફકત અમો આ ત્રણ પ્‍લોટસના ધારકોને જ આવી રીતે નોટીસ મોકલીને હેરાન પરેશાન કરવામાં આવે છે અને અન્‍ય કોઈ પ્‍લોટસ ધારકો સામે કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં, આવેલ નથી, મામલતદાશ્રીનું  આ કૃત્‍ય શંકાસ્‍પદ જણાઈ આવે છે. આ ઉપરાંત અમોના પ્‍લોટસમાં મામલતદાશ્રી દ્વારા સેટેલાઈટ દ્વારા માપણી કરાવવામાં આવેલ છે જે પણ કાયદેસર ગણી શકાય નહી.
પરંતુ હાલના પ્‍લોટ નં.૧૨, ૨૮ અને ૩ર ના ધારકો પાસે તો આ મિલ્‍કતના પાક રજીસ્‍ટર્ડ વેચાણ દસ્‍તાવેજો છે તથા આ પ્‍લોટ ધારકો છેલ્લા આશરે ત્રીસેક વર્ષથી આ મિલકતનું ઈલેકટ્રીક બીલ, વેરાબીલ વિગેરે ભરપાઈ કરે છે આમ છતાં આ લોકોને નોટીસ મોકલવામાં આવેલ છે, પ્‍લોટ નં.૧૨, ૨૮ અને ૩રના ધારકોએ માંમલતદારશ્રીની આવી નોટીસો વિરૂધ્‍ધ કોર્ટમાં સ્‍ટે માટેની કાર્યવાહી કરેલ હતી અને તેમને તા.૧૧-૦૭-૨૦૨૨ સુધીનો સ્‍ટે પણ મળેલ છે, તા.૩૦-૦૬-૨ર૦૨૨ના રોજ મામલતદારશ્રીએ આ બાબતે અરજદારોને સાંભળવાની ખાત્રી આપવામાં આવેલ હતી. પરંતુ અરજદારો રજુ કરાયેલ કોઈપણ જાતના દસ્‍તાવેજો અને આધાર પુરાવાઓને ગ્રાહય રાખ્‍યા વગર મામલતદારશ્રીએ પોતાની રીતના હુકમ કરી નાખેલ અને અમોના આ પ્‍લોટમાં ટેકનીકલ દબાણ થયેલ છે તેવુ કારણ દર્શાવીને અમોની મિલ્‍કતોનું ડીમોલેશન કરવાનું હુકમ કરેલ છે.
સદરહુ સર્વ નંબરમાં ઘણા મકાનોએ રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશનમાંથી બાંધકામ  કરવા માટે પ્‍લાન પાસ કરાવેલ છે અને કમ્‍પલીશન સર્ટીફીકેટ પણ મેળવેલ છે, આ ઉપરાંત આ સર્વે નંબરની જમીનમાં હોસ્‍પીટલ, બેંક, સ્‍કુલ, મંદિર, કોમર્શીયલ કોમ્‍પલેક્ષ વિગેરે આવેલ છે, જો આ સર્વે નંબરની જમીન શીફટીંગમાં આવતી હોય તો આ સર્વે નંબરમાં બેંક, હોસ્‍પિટલ, સ્‍કુલ વિગેરે કેવી રીતે બનેલ છે તે વાત પણ આヘર્ય પમાડે  તેવી છે.
તથા હાલે પ્‍લોટ નં.૧૧, ૨૯ અને ૩૧ના જમીન માલીક દામાણી પરિવારની વાત કરવામાં આવે છે, તેમના પાસેથી અમો આ ત્રણ પ્‍લોટ ધારકોએ કયારેય પ્‍લોટ બાબતની કે અન્‍ય કોઈ લે- વેચ કરેલ નથી અને સદરહુ પ્‍લોટ નં.૧૨, ૨૮, ૩૨ના ઉતરોતરના દસ્‍તાવેજોમાં પણ દામાણી  પરિવારનો કોઈ ઉલ્લેખ થયેલ નથી.
આવુ કૃત્‍ય કરીને મામલતદારશ્રી દ્વારા પોતાની સત્તાનો દુરઉપયોગ કરેલ છે તથા દેશના આમ નાગરિકોને હેરાનગતિ થાય તેવું કૃત્‍ય કરવામાં આવેલ છે.
તસ્‍વીરમાં મિલ્‍કત ધારકો પંડયા જયોત્‍સનાબેન, જેન્‍તીભાઈ સવજીભાઈ વિસપરા, અંબાલાલ નરશીભાઈ ચાંદલીયા, ભેરૂભાઈ કાળુભાઈ તેલી, હિતેષ હાપલીયા, પ્રતાપભાઈ જીવણભાઈ રાજાણી, હકાભાઈ રાયસીંગભાઈ ટીંડાણી, સંજય ગીરધરભાઈ ટાંક, પ્રભાતસિંહ આર. ડાભી, જીતેન્‍દ્ર બી. ગોહેલ, વિરાભાઈ ડાંગર, ભગવાનજીભાઈ ડાંગર, ગીરીશભાઈ, બળભદ્રસિંહ ગોહીલ, ગગનભાઈ કેશવલાલ, શકીનાબેન પીલુડીયા, નટુભાઈ છગનભાઈ મારડીયા, એન.એસ.મારડીયા, ભરતભાઈ શાંન્‍તીભાઈ શિશાંગીયા નજરે પડે છે.

 

(3:55 pm IST)