Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

રિક્ષાચાલક શાહરૂખ ૧ કિલો ગાંજા સાથે ઝડપાયોઃ ૫૦ની પડીકી બનાવી વેંચતો

શહેર એસઓના રવિભાઇ વાંકની બાતમી પરથી દૂધ સાગર રોડ હાઉસીંગ ક્‍વાર્ટરમાંથી પકડી થોરાળા પોલીસને સોંપાતાં રિમાન્‍ડ મેળવવાની તજવીજ

રાજકોટ તા. ૪: શહેર એસઓજીની ટીમે વધુ એક શખ્‍સને ગાંજા સાથે પકડી લીધો છે. દૂધ સાગર રોડ પર હાઉસીંગ બોર્ડના ક્‍વાર્ટર નં. એલ-૪૭૧માં રહેતાં રિક્ષાચાલક શાહરૂખ મહમદભાઇ માજોઠી (ઉ.૨૭) પાસે ગાંજો હોવાની બાતમી એએસઆઇ રવ્‍ભિાઇ વાંકને મળતાં દરોડો પાડી તપાસ કરતાં રૂા. ૧૦૭૦૦નો ૧.૦૭૦ ગ્રામ ગાંજો મળી આવતાં એફએસએલ અધિકારી વાયી એચ. દવે પાસે ખાત્રી કરાવડાવી શાહરૂખની ધરપકડ કરી એનડીપીએસ એક્‍ટ હેઠળ ગુનો દાખલ કરાવી આરોપીને થોરાળા પોલીસને સોંપાયો હતો.
પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, જોઇન્‍ટ પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ તથા એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની રાહબરીમાં પીઆઇ જે. ડી. ઝાલા, પીએસઆઇ ડી. બી. ખેર, ભાનુભાઇ મિયાત્રા, રવિભાઇ વાંક, સુભાષભાઇ ડાંગર, હેડકોન્‍સ. કિશનભાઇ આહિર, અજયભાઇ ચોૈહાણ, દિગુભાઇ ગોહિલ અને કૃષ્‍ણસિંહે આ કાર્યવાહી કરી હતી.
પ્રાથમિક તપાસમાં શાહરૂખે પોતાને પણ ગાંજાનો નશો કરવાની આદત હોવાનું અને પડીકી બનાવી રૂા. ૫૦-૫૦માં વેંચતો હોવાનું અને ચોટીલા તરફથી લાવ્‍યાનું રટણ કરતો હતો. જો કે સાચી વિગતો ઓકાવવાની બાકી હોઇ આગળની તપાસ માટે થોરાળા પોલીસ આ શખ્‍સના રિમાન્‍ડ મેળવવા તજવીજ કરશે.

 

(3:48 pm IST)