Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

સમસ્‍ત ખવાસ રજપૂત સમાજના વિદ્યાર્થીઓને બુધવારે વિનામૂલ્‍યે નોટબૂક-ચોપડાનું વિતરણ

રાજકોટ તા.૪: દેશળદેવ એજયુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટના નેજા હેઠળ સમસ્‍ત ખવાસ રજપૂત સમાજના વિદ્યાર્થીઓને ફુલસ્‍કેપ ચોપડા, નોટબૂક વિતરણનો સમારોહ તા.૬ના બુધવારે યોજવામાં આવેલ છે.

આ અંગે સંસ્‍થાના આગેવાનોએ ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા જણાવ્‍યુ હતુ કે જરૂરયાતમંદ વિદ્યાર્થીઓને મદદરૂપ બની શકાય તે હેતુથી દાતાઓના સહયોગથી સમસ્‍ત ખવાસ રજપૂત સમાજના ધો. ૧થી ૮ના વિદ્યાર્થીઓને કંપાસ બોકસ તેમજ ધો.૮ પછીના અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓને ફુલસ્‍કેપ ચોપડા-નોટબુકનું વિતરણ કરાશે.

તા.૬ના બૂધવારે સવારે ૧૧થી ૧ સુધી દેશળભગત હોલ, શ્‍યામનગર ૧/૩, રાજનગર ચોક પાસે, નાનામૌવા મેઇનરોડ નજીક યોજાયેલ આ કાર્યક્રમનો લાભ લેવા છચ્‍છુક વિદ્યાર્થીઓએ છેલ્લી અસલ માર્કશીટ, સ્‍કુલ અથવા કોલેજના આઇકાર્ડ સાથે ઉપસ્‍થિત રહેવા તેમજ ટોકન વ્‍યવસ્‍થામાં સહયોગ આપવા જણાવાયું છે.

સમગ્ર આયોજનને સફળ બનાવવા કાનાભાઇ ચૌહાણ (મો.૯૪૦૯૨ ૦૦૮૦૦) નરેન્‍દ્રભાઇ ચૌહાણ, મોનાલીબેન ચૌહાણ, અરવિંદભાઇ વાઘેલા, સાવનભાઇ રાઠોડ, અશ્વિનભાઇ ચૌહાણ, સુરેશભાઇ ચૌહાણ, ચેતનભાઇ સોલંકી, રાજભાઇ સોઢા, પ્રિયાંકભાઇ ચૌહાણ, ખિલનભાઇ ભટ્ટી, હિતેષભાઇ હાપા, ગૌરવભાઇ ગોહિલ, એડવોકેટ ધર્મેશભાઇ ચાવડા, વર્ષાબેન ચાવડા  વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા દેશળદેવ એજયુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટના આગેવાનો નજરે પડે છે. (તસ્‍વીરઃસંદીપ બગથરીયા) 

(3:44 pm IST)