Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

ગ્રીનલેન્‍ડ ચોકડી પાસેથી સોનુ ઉર્ફે કલ્‍પેશને ચોરાઉ મોબાઇલ સાથે ક્રાઇમ બ્રાંચે દબોચ્‍યો

રાજકોટ,તા.૪ : કુવાડવા રોડ ગ્રીન લેન્‍ડ ચોકડી પાસેથી ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે દરોડો પાડી એક શખ્‍સને ચોરાઉ  મોબાઇલ સાથે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ ગ્રીન લેન્‍ડ ચોકડી પાસે એક શખ્‍સો ચોરાઉ મોબાઇલ ફોન સાથે ઉભો હોવાની ક્રાઇમ બ્રાંચના હેડ કોન્‍સ. કિરણસિંહ જાડેજા, રણજીતસિંહ પઢારીયા, તથા કોન્‍સ. પ્રદિપસિંહ જાડેજાને બાતમી મળતા ગ્રીન લેન્‍ડ ચોકડી પાસેથી સોનુ ઉર્ફે કલ્‍પેશ સુરેશભાઇ ખારવા, (ઉવ.૨૦) (રહે.ચોટીલા મફતીયાપરા શેરી નં. ૨) ને પકડી લઇ રૂા. ૭ હજારની કિંમતનો ચોરાઉ મોબાઇલ કબ્‍જે કરી તેને એ ડીવીઝન પોલીસ મથકમાં સોંપ્‍યો હતો. આ કામગીરી પીઆઇ વાય.બી. જાડેજા જે.વી.ધોળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ એમ.જે.હુણ, હેડ કોન્‍સ. કિરતસિંહ ઝાલા, રણજીતસિંહ પઢારીયા, અમીતભાઇ અગ્રવાત, કોન્‍સ. પ્રદિપસિંહ, જાડેજા, નગીનભાઇ ડાંગર દ્વારા કરવામાં આવી હતી.

(3:42 pm IST)