Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

બુધવારે પીએમ દિલ્‍હીથી ડ્રોન વડે લાઇટ હાઉસ યોજનાની કરશે સમીક્ષા

સ્‍માર્ટ સીટી વિસ્‍તારમાં નિર્માણ પામી રહેલ લાઇટ હાઉસનું કામ કેટલુ થયુ? : નરેન્‍દ્રભાઇ કામની કરશે સમીક્ષાઃ આ મહિનાના અંત સુધીમાં કામ પુર્ણતાને આરે : મ્‍યુનિ. કમિશ્નર અમિત અરોરા દ્વારા સ્‍થળ મુલાકાત

રાજકોટ તા. ૪ : સ્‍માર્ટ સીટી (રૈયા) વિસ્‍તારમાં નિર્માણ પામી રહેલ લાઈટહાઉસ પ્રોજેકટની પ્રગતિની ડ્રોનથી વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી બુધવારે તા. ૬ના દિલ્‍હીથી નિરીક્ષણ કરી સમીક્ષા કરશે. જેના અનુસંધાને આજે તા. ૪ના રોજ મ્‍યુનિ. કમિશનર અમિત અરોરાએ સ્‍થળ મુલાકાત કરી હતી.

લાઈટહાઉસ પ્રોજેકટ હેઠળ ૧૧ ટાવરમાં કુલ ૧૧૪૪ ફલેટ બનાવવામાં આવેલ છે. જેનું હાલ રંગરોગાન અને ફિનિશીંગનું કામ ચાલુ છે.  કમિશનર આ પ્રોજેક્‍ટનું કામ ચાલુ માસના અંત સુધીમાં પૂર્ણ કરવા સૂચના આપી હતી. આ ઉપરાંત રૈયા રોડ સાઈડ રોડ લેવલનું ડિફરન્‍સ દૂર કરવા અને કમ્‍પાઉન્‍ડ વોલનું કામ ઝડપી પૂર્ણ કરવા સંબંધિત અધિકારીને સૂચના આપી હતી. તેમજ આવાસ યોજનાના પ્‍લોટને અલગ પાડવા માટે અને સેપરેશન વોલનું કામ ઝાડપીથી પૂર્ણ કરવા સૂચના આપી હતી.

આ સ્‍થળ વિઝીટ દરમ્‍યાન મ્‍યુનિ. કમિશનર અમિત અરોરા સાથે નાયબ મ્‍યુનિ. કમિશનર એ.આર.સિંહ, સીટી એન્‍જી. એચ. યુ. ડોઢિયા, વાય. કે. ગૌસ્‍વામી અને કેન્‍દ્ર સરકારના એન્‍જી. અભિષેક વિગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:37 pm IST)