Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

સ્વામી વિવેકાનંદ પૂણ્યતિથિ

સમગ્ર ભારત દેશ પોતાના પનોતા પુત્ર સ્વામી વિવેકાનંદની પુણ્યતિથિ ઉજવવા જઈ રહ્યો છે ત્યારે ૧૨ જાન્યુઆરી ૧૮૬૩માં કલકત્તામાં જન્મ લેનારા નરેન્દ્રનાથ દત્તા એટલે કે સ્વામી વિવેકાનંદના કાર્યો તેમજ ધર્મ પ્રત્યેના દ્રષ્ટિકોણથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. માત્ર ૩૯ વર્ષની આવરદા ભોગવી ૪ જુલાઈ ૧૯૦૨માં તો દુનિયાને અલવિદા કહી દેનારા સ્વામી વિવેકાનંદ પોતાના સમયથી ઘણું આગળ વિચારનારા તેમજ હિંદુ સંસ્કૃતિનો ઉંડો અભ્યાસ ધરાવતા હતા. જે સમયમાં ભારત ગરીબી, અજ્ઞાનતા તેમજ પછાત અવસ્થામાં સબડતો હતો તે વખતે સ્વામી વિવેકાનંદે દેશના લોકોને ઢંઢોળ્યા હતા અને તેમને ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તી સુધી મંડ્યા રહો તેવો નારો આપ્યો હતો.રામકૃષ્ણએ તેમને એક ગુરૃ તરીકે અદ્વૈત વેદાંત  અને બધા જ ધર્મો સાચા છે તથા માનવ સેવા એજ સાચી પ્રભુપ્રાર્થના છે તેવુ શીખવ્યું હતું.સ્વામી વિવેકાનંદના વિચારો, એમના પ્રવચનો, મુલાકાતો, પત્રો અને અનેક પુસ્તકોમાં સચવાયેલા છે જેને લાખો લોકો આજે પણ સાંભળે છે વાંચે છે અને તેને ફોલો કરે છે

ઇશ્વરનો સાક્ષાત્કાર કરાવી શકે તેવા વ્યકિતની શોધમાં તેઓ રામકૃષ્ણને મળ્યા અને ગુરૃના અવસાન બાદ પરિવ્રાજક બની તેમણે સમગ્ર ભારત ખંડમાં પરિભ્રમણ કર્યુ અને ભારતની સ્થિતિનો તાગ મેળવ્યો. તેઓ પાછળથી શિકાગો ગયા અને સન ૧૮૯૩ની વિશ્વધર્મ પરિષદમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. પ્રખર વકતા વિવેકાનંદને યુનાઇટેડ સ્ટેટ્સના અમુક મંચોએ યુનિવર્સિટીઓ અને કલબોમાં વકતવ્ય આપવા તેમને નિમંત્રણ આપ્યું હતું. તેમણે કેટલાક જાહેર અને ખાનગી ભાષણોમાં કર્યા, અમેરિકા, ઇંગ્લેંડ અને યુરોપના અન્ય કેટલાક દેશોમાં વેદાંત, યોગ અને હિન્દુ ધર્મનો પ્રચાર કર્યો હતો. તેમણે અમેરિકા તથા ઇંગ્લેંડમાં વેદાંત સોસાયટીઓની પણ સ્થાપના કરી હતી. પછીથી તેઓ ભારત પરત આવ્યા હતા તથા સન ૧૮૯૭માં તેમણે રામકૃષ્ણ મઠ તથા મિશન - એક સમાજસેવી તથા આધ્યાત્મિક સંસ્થાની સ્થાપના કરી. સ્વામી વિવેકાનંદને ભારતના પ્રથમ રાષ્ટ્ર-નિર્માતાઓ પૈકીના એક ગણવામાં આવે છે. મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ, સુભાષચન્દ્ર બોઝ, અરવિંદ ઘૉષ, રાધાકૃષ્ણન જેવા અન્ય રાષ્ટ્રિય નેતાઓ તથા વિચારકો પર તેમના તત્વજ્ઞાનનો પ્રભાવ પડ્યો હતો.

લેખન

આ.સી પ્રો. ડો. સચિન જે પીઠડીયા

ઞ્.ચ્.લ્ ર્ઘ્શ્રીસ્નસ્ન ૨

સરકારી વિનયન કોલેજ ભેંસાણ

(3:54 pm IST)