Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

પારડી પડવલા રોડ પરથી ઇબ્રાહીમ છરી સાથે પકડાયો

રાજકોટ તા. ૪: લોધીકાના પારડીમાં પડવલા રોડ પરથી એક શખ્‍સને છરી સાથે શાપર-વેરાવળ પોલીસે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ શાપર-વેરાવળ પોલીસ મથકના પી.એસ.આઇ. કે. એ. ગોહિલ, એ.એસ.આઇ. પી. આર. બાલાસરા, હેડ કોન્‍સ. બ્રીજરાજસિંહ, વિરેન્‍દ્રસિંહ, નરેશભાઇ, યોગીરાજસિંહ, દુષ્‍યંતસિંહ, તથા પિયુષભાઇ સહિત પેટ્રોલીંગમા હતા ત્‍યારે પારડી પડવલા રોડ વેલનાથ સોસાયટી પાસેથી ઇબ્રાહીમ રજાકભાઇ ખોખર (ઉ.વ. ૪૩) (રહે. આનંદ રેસીડેન્‍સી પીપળીયા પાળ તા. લોધીકા) ને છરી સાથે પકડી લીધો હતો.

(2:47 pm IST)