Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

ગંજીવાડા પીટીસી પટ નજીકથી અજાણ્‍યા પુરૂષનો મૃતદેહ મળ્‍યો

જનોઇ ધારણ કરી છે અને તુલસીની માળા પહેરી છેઃ વાલીવારસ હોય તો થોરાળા પોલીસનો સંપર્ક કરવો

 રાજકોટ તા. ૪: ગંજીવાડા પીટીસી ગ્રાઉન્‍ડ નજીક રેતીના ઢગલા પાસેથી અજાણ્‍યા આશરે ૫૫ વર્ષના પુરૂષનો મૃતદેહ મળતાં થોરાળા પોલીસે પોસ્‍ટ મોર્ટમ માટે ખસેડયો હતો. મૃતકને હાર્ટએટેક આવ્‍યાની શક્‍યતા જણાવાઇ હતી. તેમણે જનોઇ ધારણ ધરી છે અને તુલસીની માળા પહેરી છે. તસ્‍વીરમાં દેખાતાં મૃતકના કોઇ સગા પરિચીત હોય કે તેમને કોઇ ઓળખતું હોય તો થોરાળા પીએસઆઇ એચ. બી. વડાવીયાનો મો.  ૯૪૨૬૫ ૬૨૯૮૪ અથવા થોરાળા પોલીસ સ્‍ટેશનનો ફોન ૦૨૮૧ ૨૩૮૯૫૫૨ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

 

(11:53 am IST)