Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

લેહમાં સૈનિકોનું મનોબળ મજબૂત કરી મોદીજીએ રાષ્ટ્રશત્રુઓને પડકારી રાષ્ટ્ર પરાયણતાનો પરચમ લહેરાવ્યો

સરહદ ઉપર જઈ શૈર્ય લલકાર દ્વારા નરેન્દ્રભાઈએ ચીન અને વિશ્વને આપ્યો ભારતની પ્રચંડ તાકાતનો પરચો : સૈનિકોની માતાઓને વીરમાતા તરીકે સંબોધી તેમનું ગૌરવ વધાર્યું, મોદીજી જેવા નિડર, પરાક્રમી નેતાનાં નેતૃત્વમાં દેશ સુરક્ષિત એન સમૃદ્ધ બન્યો છેઃ રાજુભાઈ ધ્રુવ

રાજકોટ, તા.૪: ચીન અને ભારત વચ્ચે સરહદ પર તણાવ ચાલી રહ્યો છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રાઈ મોદીએ અચાનક જ લેહ પહોંચીને પોતાની રાષ્ટ્ર પરાયણતા અને સબળ નેતૃત્વનો અસાધારણ હિંમત નો પુરાવો આપ્યો છે. ચીન સામે કાયમ ઘૂંટણિયા ટેકવી દેવાની અગાઉની કોંગ્રેસી સરકારની માનસિકતા હવે નહીં ચાલે પરંતુ દેશની રક્ષા કાજે અમે સદાને માટે સુસજ્જ છીએ તેવો સ્પષ્ટ સંદેશ નરેન્દ્રભાઈ મોદીએ આપ્યો છે તેવું ભાજપ અગ્રણી રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું.

૧૯૬૨માં પણ ચીને ગદ્દારી કરી દગો કર્યો ત્યારે ભારતના સૈનિકો સક્ષમ હતા હિંમતવાન પરાક્રમી અને શૌર્યવાન હતા પરંતુ સરકારની ઢીલી નીતિ અને ઇચ્છાશકિતના અભાવને અને કાયરતાપૂર્ણ ગતિવિધિ અને યુદ્ઘ વેળાએ આચરવા માં આવેલ નામોશીભરયા પગલાંઓ લીધે ભારતે નીચું જોવું પડ્યું હતું. ત્યાર પછી મનમોહનસિંઘની સરકારમા પણ ચીને આપણને સતત દબાવવાનો પ્રયાસ કર્યો છે. હવે જયારે છેલ્લા દોઢ માસથી ચીનની સરહદે ગતિવિધિઓ ચાલે છે ત્યારે આખો દેશ ચિંતામાં હતો. આવા સમયે ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લેહ પહોંચીને દેશ અને દુનિયાને ભારતની પ્રચંડ તાકાતનો પરિચય આપી દીધો છે. અત્યાર નું ભારત ભાજપ શાસિત તથા નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વ વાળુ ભારત છે ,નહેરૂ પરિવાર શાસિત ભારત નથી. હવે ભારત ઈંટ નો જવાબ પથ્થર થી આપશે ફુલમાળા દ્વારા નહીં તે સંદેશો વડાપ્રધાનશ્રીના પરાક્રમી પડકાર દ્વારા દરેક ભારત વિરોધીઓને મળી ગયો છે.

રાજુભાઇ ઉમેરે છે કે, નરેન્દ્રભાઈએ સ્પષ્ટ કહ્યું કે હવે વિસ્તારવાદી નીતિ નહીં ચાલે, આ વિકાસવાદનો યુગ છે એટલે કે ચીને પોતાની મર્યાદામાં રહેવું જોઈએ તેમણે એવું પણ કહ્યું કે વીરતા શાંતિની પૂર્વશરત છે એટલે અમને જરા પણ નબળા ન માનશો. અમે બંસી ધારી કૃષ્ણને પણ પૂજીએ છીએ અને ચક્રધારી કૃષ્ણની પણ પૂજા કરીએ છીએ. વડાપ્રધાનશ્રીના આ વિધાનો ચોખ્ખો સંદેશો આપે છે કે ભારત કોઈ પણ સ્થિતિનો સામનો કરવા તૈયાર છે.

તેમણે કહ્યું કે જે પર્વતોની વચ્ચે આ સૈનિકો રાત દિવસ પહેરો ભરે છે તેના કરતાં પણ સૈનિકોની મજબૂતી, મનોબળ વધારે છે દેશની સુરક્ષાની વાત આવે ત્યારે મને બે માતા યાદ આવે છે એક તો ભારત માતા અને બીજી આપણા સૈનિકોની માતા. જોમ જુસ્સા સાથે માનવીય સંવેદના અને ભારતીય સેનાની ગરીમાને ઊંચાઈ પર મૂકી દેતું મોદીજીનું આ વકતવ્ય સમગ્ર વિશ્વને મોટો સંદેશો આપનાર બની રહ્યું એવું રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું.

(3:46 pm IST)