Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

એરપોર્ટ રોડ વિસ્તારનો વોકળો પાલતુ કુતરાઓનું શૌચાલય બન્યો

દરરોજ સવારે ગંદકીથી આસપાસના લતાવાસીઓ ત્રાહીમામઃ આરોગ્ય વિભાગમાં ફરીયાદ

રાજકોટ, તા., ૪ : શહેરનાં એરપોર્ટ રોડ વિસ્તારમાં આવેલ વોંકળો પાલતુ કુતરાઓનું શૌચાલય બની ગયું હોઇ આ ગંદકી દુર કરવા આસપાસની સોસાયટીના લતાવાસીઓ દ્વારા આરોગ્ય વિભાગમાં ફરીયાદ કરી છે.

આ અંગે એરપોર્ટ રોડ વિસ્તારની શ્રેયસ સોસાયટી સહિતનાં લતાવાસીઓએ મ્યુ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગમાં ફરીયાદ કરી છે જેમાં જણાવાયું છે કે આ વિસ્તારનાં વોકળામાં દરરોજ સવારે પોતાના ડોગી સાથે મોર્નીંગ વોકમાં નિકળતાં લોકો પોતાના ડોગીને વોંકળા પાસેના રસ્તા પર જ 'છી' કરાવે છે. દરરોજ અસંખ્ય લોકો આ ડોગીને આ સ્થળે લાવે છે. પરિણામે ભારે ગંદકી ફેલાઇ રહી છે અને દુર્ગંધથી આસપાસની સોસાયટીના રહેવાસીઓ ત્રાહીમામ પોકારી ઉઠયા છે. ત્યારે આ સમસ્યા ઉકેલવા તાત્કાલીક યોગ્ય કાર્યવાહી કરવા લતાવાસીઓએ માંગ ઉઠાવી છે.

(3:44 pm IST)