Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

કાલાવડ રોડ પર ઇન્ટરનેશનલ કુરિયર કંપનીના ડેપોમાં કોવિડ-૧૯ ના નિયમોનું ઉલ્લંઘન?

નક્ષત્ર-ર કોમર્શીયલ કોમ્પ્લેક્ષ ઓનર્સ એસો.દ્વારા મ્યુ.કમિશનરને ફરીયાદ

રાજકોટ તા.૪ : કોવિડ-૧૯ ના પેન્ડોમિક એકટના નિયમોનું શહેરના કાલાવડ રોડ પર આવેલ ઇન્ટરનેશલ કુરિયર કંપનીના ડેપોમા ઉલ્લંઘન થતુ હોવાની ફરીયાદ મ્યુ.કમિશનરને નક્ષત્ર-ર  કોમ્પ્લેક્ષમાં આોનર્સ એસો.  દ્વારા કરાઇ છે.

આ ફરીયાદમાં જણાવાયું છે કે ૧પ૦ રીંગ રોડ સંસ્કાર કોમ્પ્લેક્ષની બાજુમાં ઇન્ટરનેશલ કુરિયર કંપનીનો ડીસ્પેચ ડેપોમાં કોવિડ-૧૯ બાબતે સરકારે જારી કરેલા નિયમોનુ પાલન થતુ નથી.

જેમાં પ૦ થી પ૬ વ્યકિતઓ એકત્રીત થાય છે. ટોળુ ભેગુ થઇ ચા ના કપ જયાં-ત્યાં ફેંકે છે. રાત્રે ૧૦ વાગ્યા પછી ડીલેવરી વાહનોની આવ-જા થાય છે. ત્યારે આ બાબતે તપાસ કરી યોગ્ય પગલા લેવા માંગે છે.

(3:43 pm IST)