Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

રાજકુમાર કોલેજના રેકર્ડમાં ચેડા થયાના ગંભીર આક્ષેપ

ફાઉન્ડીંગ હાઉસીસ અંગે જેતપુરના મહિપાલ વાળા, પ્રિન્સીપાલ શંકરસિંહ અધિકારીએ આપેલી પ્રેસનોટ ખોટી હોવાના પુરાવા રજૂ કરતા જીતેન્દ્રસિંહજી ઓફ મુળી અને કિર્તીદેવસિંહજી ઓફ લાઠી

રાજકોટ, તા. ૪ : રાજકુમાર કોલેજના ચાલી રહેલા વિવાદમાં પૂર્વ ટ્રસ્ટી અને ફાઉન્ડીંગ હાઉસીસના સભ્ય શ્રી જીતેન્દ્રસિંહજી પરમાર ઓફ મુડી અને શ્રી કીર્તીદેવસિંહજી ઓફ લાઠીએ અકિલા સમક્ષ લેખિતમાં પુરાવા રજૂ કરી વર્તમાન પ્રમુખ મહિપાલ વાળા અને પ્રિન્સીપાલ અધિકારી સામે ગંભીર આક્ષેપો કર્યા હતા.

તેઓએ લેખિત રજૂઆતમાં જણાવ્યુ હતુ કે રાજકુમાર કોલેજના વિવિધ ફાઉન્ડીંગ હાઉસીસ પૈકી નોન સેલ્યુટ કેટેગરીમાં આવતા લાઠી અને મૂળી સ્ટેટના અમે પ્રતિનિધીઓ છીએ. તા. ૧નવેમ્બર ૨૦૦૦ના રોજ સંસ્થામાં પસાર થયેલા ઠરાવમાં લાઠી અને મૂળી સ્ટેટને ફાઉન્ડીંગ હાઉસીસમાં સમાવાયા હતા. અમે લોકો રાજકુમાર કોલેજની અવ્યવસ્થા, અયોગ્ય બાબતો તરફ કેટલાક મહત્વના પુરાવા અને રેકર્ડ સાથે ધ્યાન દોરવા માંગીએ છીએ.અમારો આજનો મુખ્ય મુદ્દો તો વડિયા ફાઉન્ડીંગ હાઉસ (નોન સેલ્યુટેડ કેટેગરી) વિશે રેકર્ડ અપડેટ થયા પછી તે નામ વીસ વર્ષ પછી પણ પ્રગટ થયાં નથી એના પર કેન્દ્રીત છે.

તા. ૧૬મી જુન ૨૦૨૦ના રોજ રાજકુમાર કોલેજના એસેમ્બલી હોલમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં દરબાર સાહેબ ઓફ જેતપુર મહિપાલ વાળા દ્વારા પ્રિન્સીપાલ શંકરસિંદ્ય અધિકારી અને અન્ય લોકોની ઉપસ્થિતિમાં જે વિગત મીડિયાને અપાઇ છે તેનાથી અમે વિચલિત થયા છીએ અને ચોંકી ઊઠ્યા છીએ. આ પ્રેસ કોન્ફરન્સ અને પ્રેસ રિલિઝમાં એવું જાહેર કરાયું હતું કે શ્રી ઉદય વાળા ઓફ વડિયા વડિયા ફાઉન્ડીંગ હાઉસના પ્રતિનિધી નથી. એમનો એ દાવો પાયા વગરનો છે અને રાજકુમાર કોલેજના રેકર્ડમાં આવી કોઇ વિગત નથી. જો કે રાજકુમાર કોલેજના પ્રિન્સિપાલ હોવા ઉપરાંત ટ્રસ્ટ સેક્રેટરીનો પણ કાર્યભાર શંકરસિંઘ અધિકારી સંભાળતા હોય ત્યારે શંકરસિંહ અધિકારીને આ બાબતની જાણ હોવી જોઇએ કે તા. ૧ નવેમ્બર ૨૦૦૦ના ઠરાવ મુજબ દરબાર સાહેબ શ્રી ઉદય વાળા વડિયા ફાઉન્ડીંગ હાઉસના હેડ છે.  આવુ સ્ટેટમેન્ટ રેકર્ડ વિરૂદ્ધનું કરવાથી પ્રિન્સીપાલ, ટ્રસ્ટ સેક્રેટરી અને જવાબદાર વ્યકિતઓની બેદરકારી, બેજવાબદારી અને પ્રસન્નતા અહિં છતી થાય છે.

અમે આ રેકર્ડના ત્રણ અગત્યના દસ્તાવેજ રજૂ કરી રહ્યા છીએ જેનાથી સ્પષ્ટ રીતે પુરવાર થશે કે દરબાર સાહેબ ઉદય વાળા ઓફ વડિયાનું નામ રાજકુમાર કોલેજના ફાઉન્ડીંગ હાઉસીઝ તરીકે સંસ્થાના રેકર્ડમાં છે જ.

૧) રાજકુમાર કોલેજના ટ્રસ્ટીઓનો તા. ૧નવેમ્બર૨૦૦૦નો ઠરાવ. તા. ૧નવેમ્બર૨૦૦૦ના રોજ ટ્રસ્ટીઓના બોર્ડે પસાર કરેલા ઠરાવમાં કુલ દસ ફાઉન્ડીંગ હાઉસીઝના નામોનો સમાવેશ ફાઉન્ડીંગ હાઉસીસ તરીકે થયો હતો જે આ મુજબ છે.

એ)સેલ્યુટ સ્ટેટ કેટેગરી, ૧) જંજીરા અને જાફરાબાદ-શ્રી સિદી શાહ મહેમુદખાન(૧૯૭૨થી),૨) રાજકોટ શ્રી મનોહરસિંહજી જાડેજાઙ્ગ( ૧૯૭૩દ્મક), ૩) વઢવાણ- શ્રી ચૈતન્યદેવસિંહજી (૧૯૮૫થી), ૪) ભાવનગર- શ્રી વિજયરાજસિંહજી (૧૯૯૪થી),

બી) નોન સેલ્યુટ સ્ટેટ કેટેગરી ૧) લાઠી- શ્રી કિર્તીકુમારસિંહજી( ૧૯૭૫થી), ૨) બજાણા – શ્રી ફિરોઝખાન (૧૯૮૫થી), ૩) જસદણ- શ્રી સત્યજીતકુમાર (૧૯૮૯થી), ૪) વડિયા- શ્રી ઉદય વાળા (૧૯૯૪થી), ૫) મૂળી- શ્રી જિતેન્દ્રસિંહજી (૧૯૯૯થી), ૬) ચુડા- શ્રી કૃષ્ણકુમારસિંહજી (૧૯૯૯થી),

૧નવેમ્બર ૨૦૦૦ના રોજ પસાર થયેલા આ ઠરાવમાં ફાઉન્ડીંગ હાઉસીઝના હેડ અને બોર્ડ ઓફ ટ્રસ્ટી માંહેના આટલા વ્યકિતઓની સહી હતી.

૧) સ્વ.એચ.એચ. શ્રી મહારાજા સાહેબ મેઘરાજસિંહજી ઓફ ધ્રાંગધ્રા, (રાજકુમાર કોલેજના બોર્ડ ટ્રસ્ટીના પુર્વ પ્રમુખ), ૨) સ્વ.એચ.એચ.શ્રી મહારાણાસાહેબ પ્રતાપસિંહજી ઓફ વાંકાનેર, ૩) સ્વ.ઠાકોર સાહેબ ભુપેન્દ્રસિંહજી ઓફ માળિયા, ૪) સ્વ. એચએચ ઠાકોર સાહેબ છત્રસાલજી ઓફ લીંબડી.

આ સર્વેએ રાજકુમાર કોલેજના દસ ફાઉન્ડીંગ હાઉસીઝના નામ રેકર્ડમાં અપડેટ થયાની નોંધ સર્વાનુમતે મંજુર કરતાં ઠરાવમાં સહીઓ કરેલી છે.

૧ નવેમ્બર,૨૦૦૦ના આ ઠરાવમાં૧૦ ફાઉન્ડીંગ હાઉસીઝના નામો અપડેટ થયા છે.  ત્યારે ૪ ટ્રસ્ટીઓની સહી થયેલી છે. એટલે કુલ ૧૪ ફાઉન્ડીંગ હાઉસીઝ આ ટ્રસ્ટી મંડળના ઠરાવમાં સંકળાયેલા છે.

સૌથી અગત્યનું એ છે કે ફાઉન્ડીંગ હાઉસ ઓફ વડિયા શ્રી ઉદય વાળાનું નામ પણ ફાઉન્ડીંગ હાઉસીઝ તરીકે ઉમેરાણું છે એ પ્રકારના ઠરાવમાં ધ્રાંગધ્રા, વાંકાનેર, લીંબડી અને માળિયા એ ચાર તત્કાલીન ટ્રસ્ટીઓની પણ સહી છે. રાજકુમાર કોલેજના રેકર્ડમાં૧નવેમ્બર ૨૦૦૦ના ઠરાવનું આ નિર્વિવાદ સત્ય છે.  આ ઠરાવની નકલ અમોને પણ આપવામાં આવેલી છે. કારણ કે તે વખતે અમારૂ નામ પણ આ ઠરાવથી અપડેટ થયેલુ છે અને જેની કોપી અમારા રેકર્ડમાં છે તેઓ આથી જાહેર કરીએ છીએ.

૨) સ્વ. દરબાર સાહેબ વીરાજી વાળા ઓફ વડિયાના ૧૯૯૪માં થયેલા અવસાનનું પ્રમાણપત્ર : અ) અમારો બીજો પુરાવો છે,સ્વ.દરબાર સાહેબ સુરગવાલા ઓફ વડિયાના સુપુત્ર સ્વ. દરબાર સાહેબ વિરાજી વાળા ઓફ વડિયાનું મૃત્યુનું૧૯૯૪ના પ્રમાણપત્ર જે રાજકુમાર કોલેજના રેકર્ડમાં અને જાણમાં પણ૧ નવેમ્બર ૨૦૦૦ના ઠરાવ અનુસાર છે. એટલે આ રેકર્ડમાં પણ એ સ્પષ્ટ છે કે દરબાર શ્રી વીરાજી વાળાનું અવસાન ૧૯૯૪માં થયું હતું. અને એમના ઉત્ત્।રાધિકારી તરીકે દરબાર સાહેબ શ્રી ઉદય વાળા ઓફ વડિયા છે. આ સ્પષ્ટ કરે છે કે ૧૯૯૪માં અવસાન પામેલા દરબાર સાહેબ સ્વ.વીરાજી વાળા ૨૦૨૦માં આરકેસીના ફાઉન્ડીંગ હાઉસના હેડ બની શકે નહીં. રાજકુમાર કોલેજના વર્તમાન સંચાલકો એ બયાન જ ખોટું આપે છે કે દરબાર સાહેબ શ્રી ઉદય વાળા ઓફ વડિયા ફાઉન્ડીંગ હાઉસીઝના હેડ નથી. આવું લખાણ કે પ્રેસ રિલિઝ તદ્દન ખોટાં છે.

૩) વડિયા ફાઉન્ડીંગ હાઉસ માટે વિદ્યાર્થીઓને ૨૦૦૫ થી ૨૦૧૮ દરમિયાન અપાયેલી શિષ્યવૃત્ત્િ।: એ) રાજકુમાર કોલેજની વ્યવસ્થા મુજબ અને બંધારણીય જોગવાઇ મુજબ દરેક ફાઉન્ડીંગ હાઉસ કોઇ એક વિદ્યાર્થીને રાજકુમાર કોલેજમાં૧ વિદ્યાર્થીને સ્પોન્સર કરી શકે છે. એક વાર એ સ્પોન્સપશીપથી વિદ્યાર્થી દાખલ થાય પછી જયાં સુધી એ સંસ્થામાં અભ્યાસ કરે ત્યાં સુધી એ વિદ્યાર્થીની સ્પોન્સરશીપ જે-તે ફાઉન્ડીંગ હાઉસની રહી શકે છે. જે પ્રણાલી આજે પણ ચાલુ છે. આરકેસી દ્વારા તા. ૪ મે ૨૦૧૩ના રોજ લખાયેલો પત્ર એ સ્પષ્ટ કરે છે કે દરબાર સાહેબ મહિપાલ વાળાના કાર્યકાળ દરમિયાન વડિયા ફાઉન્ડીંગ હાઉસ તરફથી ચોટીલાના મહાવીરભાઇ ખાચરના પુત્ર કુલજિત ખાચરને સ્કોલરશિપ મળી હતી, તેઓ વર્ષ ૨૦૦૫-૦૬થી વર્ષ ૨૦૧૭-૧૮ દરમિયાન રાજકુમાર કોલેજના વિદ્યાર્થી હતા. બંધારણ અનુસાર દરેક આર.કે.સી. ફાઉન્ડીંગ હાઉસ દર વર્ષે ઉપરોકત વિદ્યાર્થીને સ્કોરશિપ અપાવી શકે છે. આ વિદ્યાર્થીની શૈક્ષણિક પ્રગતિ, પરફોર્મન્સ વિશે સંસ્થાના સંચાલકો સ્કોલરશિપ આપનાર ફાઉન્ડીંગ હાઉસને જાણ પણ કરતા હોય છે. સંસ્થાના વર્તમાન બરસર,એડમિનીસ્ટ્રેટિવ હેડ અને તમામ લીગલ કેસમાં સંસ્થા વતી જેઓ પ્રતિનિધી તરીકે હાજર રહે છે તે શ્રી થોમસ ચાકો દ્વારા આ પ્રકારનો પત્ર દરબાર સાહેબ ઓફ વડિયાને લખાયો છે એ જ ઘણું બધું સ્પષ્ટ કરે છે.

બી) કુલજિત ખાચરને ફાઉન્ડીંગ હાઉસ વડિયા તરફથી મળેલી સ્કોલરશિપ-શિષ્યવૃત્ત્િ। ૨૦૦૫-૦૬ થી ૨૦૧૭-૧૮ સુધી મળી હતી. એ સમયે એચએચ ઠાકોર સાહેબ ચૈતન્યવિજયસિંહજી ઓફ વઢવાણ, અને પછી દરબાર સાહેબ મહિપાલ વાળા ઓફ જેતપુર સંસ્થાના પ્રમુખપદે હતા. રાજકુમાર કોલેજના આચાર્યપદે શ્રી અયાઝખાન બાબી, શ્રી વિનોદ ઠક્કર અને શ્રી શંકરસિંહ અધિકારી આ સમય દરમિયાન અલગ અલગ ગાળામાં રહ્યા. અર્થાત શ્રી ઉદય વાળા વડિયા ફાઉન્ડીંગ હાઉસ તરફથી અપાયેલી શિષ્યવૃત્ત્િ। વિશે આ તમામ પ્રમુખો અને પ્રિન્સિપાલ પણ જાણે છે જ. તેમના નોલેજમાં આ છે છતાં કોર્ટો, જયુડિશિયલ ઓથોરિટી સાથે છેતરપિંડી કરી ફ્રોડ ડોકયુમેન્ટ આપે છે એવું પ્રાઇમાફેસી સ્પષ્ટ છે.

સી) હવે એ તો સ્વયં સ્પષ્ટ છે કે વડિયા ફાઉન્ડીંગ હાઉસના હેડની મંજુરી વગર એમના તરફથી અપાતી સ્કોલરશિપ મંજુર ન જ થાય. કોણે આ સ્કોલરશિપ મંજુર કરી એ વિગતમાં દરબારસાહેબ શ્રી ઉદય વાળાનું નામ આરકેસીના રેકર્ડમાં અને ૧ નવેમ્બર ૨૦૦૦ના રોજ પસાર થયેલા ઠરાવમાં સ્પષ્ટ છે.

આ તમામ પુરાવા, રેકર્ડ પરથી એટલું નક્કી થાય છે કે દરબારસાહેબ ઓફ વડિયા શ્રી ઉદય વાળા આરકેસીના રેકર્ડ મુજબ વડિયા ફાઉન્ડીંગ હાઉસના હેડ છે.

છેલ્લે ૨૦૧૨-૨૦૧૩ના વર્ષમાં જયારે ચૂટણી બાદ નીચે પ્રમાણેના બોર્ડ ઓફ ટ્રસ્ટી થયા હતા.

૧) એચ.એચ. વિજયરાજસિંહ ઓફ ભાવનગર (ફાઉન્ડીંગ હાઉસ હેડ ૧ નવેમ્બર ૨૦૦૦ના ઠરાવ મુજબ), ૨) એચ.એચ. શ્રી ચૈતન્યદેવસિંહજી ઓફ વઢવાણ (ફાઉન્ડીંગ હાઉસ હેડ૧નવેમ્બર ૨૦૦૦ના ઠરાવ મુજબ), ૩) એચ.એચ. શ્રી છત્રસાલજી ઓફ લીંબડી (૧ નવેમ્બર,૨૦૦૦ના રોજ થયેલા ઠરાવમાં ટ્રસ્ટી તરીકેની સહી), ૪) એચ.એચ. નવાબ સિદી શાહ મહેમુદખાનજી ઓફ જંજીરા ( ફાઉન્ડીંગ હાઉસ હેડ ૧નવેમ્બર ૨૦૦૦ના રોજ ઠરાવ મુજબ), ૫)દરબાર સાહેબ મહિપાલ વાળા ઓફ જેતપુર, ૬) દરબાર સાહેબ કરણસિંહજી ઓફ પાટડી, ૭) ઠાકોર સાહેબ કૃષ્ણકુમારસિંહજી ઓફ ચુડા. (ફાઉન્ડીંગ હાઉસ હેડ ૧ નવેમ્બર ૨૦૦૦ના રોજ થયેલા ઠરાવ મુજબ)

આમ ઠરાવનો મોટાભાગનો પાર્ટ અમલમાં છે, તો બાકીનો નકારી શકાય?

રાજકુમાર કોલેજમાં સત્તા માટે થાય એટલું રેકર્ડથી વિરૂદ્ધનું વર્તન સત્તા ટકાવવા કરાઇ રહ્યું છે.

તસ્વીરમાં 'અકિલા'ને વિગતો આપતા ઠાકોર સાહેબ જિતેન્દ્રસિંહજી ઓફ મૂળી (ફાઉન્ડીંગ હાઉસીઝ હેડ ઓફ મૂળી) (પૂર્વ ટ્રસ્ટી, આર.કે.સી.ના પૂર્વ વિદ્યાર્થી, પૂર્વ વાલી) ઠાકોર સાહેબ કિર્તીકુમારસિંહજી ઓફ લાઠી (ફાઉન્ડીંગ હાઉસ હેડ ઓફ લાઠી) (આર.કે.સી.ના પૂર્વ વિદ્યાર્થી) અને યુવરાજ સાહેબ શ્રી રણજીતસિંહ પરમાર (મુળી) નજરે પડે છે. (તસ્વીરઃ વિક્રમ ડાભી)

(3:41 pm IST)