Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

વરસાદમાં મચ્છરો ઉપાડો ન લ્યે તે માટે 'વન-ડે-થ્રી-વોર્ડ' દવા છંટકાવઃ સફાઇ ઝુંબેશ

સોમવારે વોર્ડ નં.૧ થી પ્રારંભઃ મેયર, સ્ટેન્ડીંગ ચેરમેન, આરોગ્ય અને સેનીટેશન ચેરમેન દ્વારા ખાસ ઝુંબેશ શરૂ કરાવવા આદેશ

રાજકોટ,તા.૪: હાલ વરસાદી ઋતુને ઘ્યાને લેતા મચ્છર ઉત્પતી સ્થાનો વધવાની સંભાવના છે જેથી મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય તે માટે દરેક વોર્ડમાં સંવેદનશીલ વિસ્તારમાં ફોગીંગ તથા સફાઇ ઝુંબેશ કરવાનું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત તા.૦૬ થી મેયર બીનાબેન આચાર્ય, માન. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઇ કાનગડ, આરોગ્ય સમિતિના ચેરમેન જયમીન ઠાકર તથા સેનીટેશન સમિતી ચેરમેન અશ્વિનભાઇ ભોરણીયા ની સુચના અન્વયે રાજકોટ શહેરના ૧૮ વોર્ડમાં સંવેદનશીલ વિસ્તારોમાં વેહીકલ માઉન્ટેન ફોગીંગ મશીન દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં ફોગીંગ તથા સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. આ કામગીરી દરમ્યાન આરોગ્ય શાખા દ્વારા વોર્ડના સંવેદનશીલ વિસ્તારો તથા સોસાયટીઓને ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવશે તથા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા ઘ્વારા લગત વોર્ડમાં સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવશે.

જ્યારે' વન – ડે – થ્રી – વોર્ડ'સફાઇ ઝુંબેશમાં ખુલ્લા પ્લોટમાં એકત્રિત થયેલ કચરાના નિકાલ, મીનીટી૫ર વાન મારફતે ન્યુસન્સ પોઇન્ટ ઉ૫રથી કચરાના નિકાલ, ન્યુસન્સ પોઇન્ટની સફાઇ, વોર્ડમાં આવતા વોકળાની સફાઇ ઝુંબેશ સ્વરૂપે હાથ દ્યરવામાં આવશે.  વાહકજન્ય રોગોથી બચવા જનભાગીદારી એક મહત્વનું ૫રિબળ છે. મચ્છરથી થતા રોગો અને મચ્છર ઉત્૫તિ અટકાવવા પાણી ભરેલા તમામ પાત્રો હવાચુસ્ત ઢાંકીને રાખીએ તથા જે પાત્રો ઢાંકી શકાય તેમ ન હોય તેને અઠવાડીયામાં એકવાર ખાલી કરી, ઘસીને યોગ્ય રીતે સાફ કરી સુકવ્યા બાદ તેને ફરીથી ઉ૫યોગમાં લઇએ. અગાસી / ફળીયામાં રહેલ ભંગાર દુર કરીએ. ૫ક્ષીકુંજ, ૫શુને પીવાની કુંડી, ફ્રિજની ટ્રે તથા કુલર નિયમીત સાફ કરીએ. મચ્છર જન્યરોગ રોગચાળો અટકાયતી માટે સાથ સહકાર આ૫વા આરોગ્ય સમિતિના ચેરમેન જયમીન ઠાકર દ્વારા ખાસ અપિલ કરાઇ છે. (૨૨.૩૨)

૧ થી ૧૮ વોર્ડમાં 'વન -ડે-થી-વોર્ડ' મુજબ નીચેની વિગતે ફોગીંગ-સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવશે

ક્રમ

તારીખ

ઇસ્ટ ઝોન વોર્ડ નં.

વેસ્ટ ઝોન વોર્ડ નં.

સેન્ટ્રલ ઝોન વોર્ડ નં.

૬/૭/૨૦૨૦

૭/૭/૨૦૨૦

૮/૭/૨૦૨૦

૯/૭/૨૦૨૦

૧૫

૧૦

૧૩

૧૦/૭/૨૦૨૦

૧૬

૧૧

૧૪

૧૩/૭/૨૦૨૦

૧૮

૧૨

૧૭

(3:37 pm IST)