Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

જૈનોના ચાતુર્માસનો શુભારંભઃ ધાર્મિક કાર્યક્રમો- પ્રવચન નહીં યોજાય

આ વર્ષે અધિક માસ હોવાથી પાંચ મહિના ધર્મ આરાધનાઃ પૂ.ગુરૂભગવંતોના પ્રવચનો ઓનલાઈન યોજવા સંઘોનું આયોજન

રાજકોટ,તા.૪: આજે તા.૪ શનિવારથી દેરાવાસી જૈનો તથા સ્થાનકવાસી, તેરાપંથી જૈનોના ચાતુર્માસનો પ્રારંભ થઈ રહ્યો છે. આ વખતે અધિક માસ હોવાથી ચાતુર્માસનો કાળ પાંચ મહિનાનો રહેશે.

 

ચાતુર્માસના પાંચ મહિના  દરમ્યાન સમસ્ત જૈન સમાજ ઘરમાં રહીને ધર્મ, તપ, આરાધના કરશે.ઙ્ગ કોરોના મહામારીના કારણે દેરાસરો- ઉપાશ્રયોમાં કોઈપણ જાતના ધાર્મિક આયોજનો થનાર નથી.

 

આજથી તા.૪થી જૈનોના ચાતુર્માસનો પ્રારંભ, તા.૨૪/૭ના માસ ખમણ ઘર, તા.૧૫મી ઓગષ્ટના અઠ્ઠાઈ ઘર, પર્યુષણ પર્વનો પ્રારંભ તા.૨૨મી ઓગષ્ટના સંવત્સરી મહાપર્વ, ક્ષમાપના પર્વ તા.૨૩મીના રવિવારથી દિગંબર જૈનોનું દશ લક્ષણી મહાપર્વનો પ્રારંભ તા.૨૫/૮ના દુબળી આઠમ, તા.૧ સપ્ટેમ્બરના દસ લક્ષણો મહાપર્વનું સમાપન, તા.૨૩/૧૦ આયંબીલ ઓળીનો પ્રારંભ તા.૩૧/૧૦ના આયંબીલ ઓળીનું સમાપન, તા.૧૪ નવે.ના મહાવીર સ્વામી નિર્વાણ કલ્યાણક, તા.૧૯ નવેમ્બરના જ્ઞાન પંચમી, તા.૨૯ ના ચાતુર્માસ સમાપન થશે.

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં પૂ.સાધુ- સાધ્વીજી ભગવંતના ચાતુર્માસ પ્રવેશ થઈ ગયા છે. આજથી ચાતુર્માસનો પ્રારંભ થયો છે. દેરાસર તથા સ્થાનકવાસી ઉપાશ્રયોમાં સરકારી ગાઈડલાઈન્સ અનુસાર નિયમોનું પાલન થશે. ઉપાશ્રયોમાં કોઈ ધાર્મિક મેળાવડા- પ્રવચનો યોજાશે નહિ. જૈન સમાજના પ્રખર પ્રવચનકાર પૂ.ગુરૂ ભગવંતોના પ્રવચનો ઓનલાઈન ગોઠવવાની વ્યવસ્થા કરાઈ છે.

(11:27 am IST)