Gujarati News

Gujarati News

News of Thursday, 4th July 2019

વોર્ડ નં.૩ની રેફયુજી કોલોનીમાં ગંદા પાણીની રેલમછેલઃ નિંભર તંત્ર કયારે જાગશેઃઅતુલ રાજાણી

રાજકોટ : શહેરનાં વોર્ડ નં. ૩ માં આવેલ રેફયુજી કોલોનીમાં છેલ્લા ઘણા સમયથી ભુગર્ભ ગટરનું ગંદુ પાણી જાહેર રોડ ઉપર વહી રહયુ છે. આ બાબતે સ્થાનીક રહેવાસીઓ દ્વારા અવાર-નવાર ફરીયાદો નોંધાવવા છતાં આ સ્થળે ભુગર્ભ ગટરની સફાઇ માટે કોઇ કાર્યવાહી થઇ નથી, ત્યારે આ બાબતે રહેવાસીઓએ કોંગી કોર્પોરેટર અતુલ રાજાણીને ફરીયાદ કરતા તેઓએ અધિકારીઓને આ ફરિયાદનો વહેલી તકે ઉકેલ લાવવા તાકીદ કરી હતી. તસ્વીરમાં રોડ ઉપર ભૂગર્ભ ગટરના ગંદા પાણીથી રેલમછેલ દર્શાય છે.

(3:46 pm IST)