Gujarati News

Gujarati News

News of Thursday, 4th July 2019

જીટીયુમાં શુકલ કોલેજના ત્રણ વિદ્યાર્થીઓ ઝળકયા : બીનલ રાણપરા ૯.૮૩ SPI અને ૯.૫૦ CPI સાથે ફસ્ટ

રાજકોટ તા. ૪ : એચ.એન.શુકલ ગ્રુપ ઓફ કોલેજીસ દ્વારા સંચાલિત એચ.એન.શુકલ કોલેજ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝના ત્રણ વિદ્યાર્થીઓએ જી.ટી.યુ.માં સફળતા સાથે રાજયમાં પ્રથમ, દ્વીતીય અને તૃતીય સ્થાન મેળવતા ઠેરઠેરથી અભિનંદનવર્ષા થઇ રહી છે.

'અકિલા' ખાતે પોતાની ખુશી વ્યકત કરતા જીટીયુમાં ગુજરાત ફસ્ટ આવેલ બીનલ રાણપરાએ જણાવેલ કે કોલેજ સ્ફાટ અને ફેકલ્ટીના ખરા માર્ગદર્શનથી આ સિધ્ધી મળી છે. અભ્યાસ ઉપરાંત મને ક્રાફટ અને ડ્રોઇંગમાં પણ એટલો જ રસ છે.

ઉલ્લેખનીય છે કે બીનલ રાણપરા ૯.૮૩ એસપીઆઇ અને ૯.૫૦ સીપીઆઇ સાથે (એમ.બી.એ. સેમેસ્ટર-૪) ગુજરાત ફસ્ટ આવેલ છે. એજ રીતે આજ કોલેજના મનાણી સાવન ૯.૮૩ એસપીઆઇ અને ૯.૨૯ સીપીઆઇ સાથે જીટીયુ સેકન્ડ રેન્ક (એમ.બી.એ. સેમ. ૪) મેળવેલ છે. જયારે દોમડીયા ગૌરાંગે ૯.૮૩ એસપીઆઇ અને ૯.૨૧ સીપીઆઇ સાથે જીટીયુ ફોર્થ રેન્ક (એમ.બી.એ. સેમ ૪) મેળવેલ છે.

સંસ્થાના પ્રમુખ ડો. નેહલ શુકલ, ઉપપ્રમુખ મહેશભાઇ કયાડા, મેનેજીંગ ટ્રસ્ટી ડો. મેહુલભાઇ રૂપાણી, કેમ્પસ ડીરેકટર અને ટ્રસ્ટી સંજયભાઇ વાઘર, તમામ ટ્રસ્ટીઓએ આ ઝળહળતી સફળતા બદલ આનંદની લાગણી સાથે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. સાથો સાથ તમામ સફળ વિદ્યાર્થીઓને રોકડ પુરષ્કારની પણ જાહેરાત કરેલ.

સંસ્થાના ડીરેકટર ડો. રમેશચંદ્ર એન. વાઢેર, હેડ ઓફ ધી ડીપાર્ટમેન્ટ અયુબખાન યુસુફજય, શિક્ષકગણ, આસી. પ્રો. ચાર્મી. લિયા, આસી. પ્રો. પારસ પરમાર, આસી. પ્રો. મુનીરા કપાસી, આસી. પ્રો. જીતેન્દ્ર મંગલાણી દ્વારા પ્રેકટીકલ સાથે શિક્ષણ કરાવવામાં આવે છે. સાથો સાથ વાસ્તવીક રીતે બીઝનેશનો અનુભવ થાય તે માટે કોલેજ દ્વારા બીઝનેશ ફીએસ્ટા, કોમ્પીટીશન, પ્લેસમેન્ટ જેવી એકટીવીટી અવારનવાર કરાવવામાં આવે છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા બીનલ રાણપરા, કેમ્પસ ડીરેકટર અને ટ્રસ્ટી સંજયભાઇ વાઘર, હેડ ઓફ ડીપાર્ટમેન્ટ યુસુફજય અને સાથે સ્ટુડન્ડ મધુરી કોટેચા, અક્ષી કપુપરા, રાધીકા કશીયાણી, મનશ્વી હીરપરા, પ્રિયંકા રાજપરા, ફોરમ બાડજા નજરે પડે છે.

(3:15 pm IST)