Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

MBA-MCAમાં પ્રવેશ પહેલા જ ૧૫ હજાર બેઠક ખાલી : ૨૪૦૦થી વધુ બેઠકો ઘટી

૨૧ હજાર બેઠકો સામે માંડ ૪૭૦૦ વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન થતાં : બેઠકો ભરાતી જ ન હોવાથી આ વર્ષે અનેક કોલેજોએ બેઠકો ઘટાડી : ૬થી વધુ કોલેજે ઝીરો બેઠક કરી

રાજકોટ તા. ૪ : એમબીએ-એમસીએની ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત આજે ઓનલાઈન રજિસ્ટ્રેશન પુરુ થયુ છે.જેમાં આ વર્ષે ૪૭૦૦ જેટલા વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થયુ છે.જેની સામે આ વર્ષે બેઠકો ૨૦ હજાર જેટલી છે આમ આ વર્ષે પણ પ્રવેશ પહેલા જ ૧૫ હજાર જેટલી બેઠકો ખાલી રહી છે. જેથી સીમેટ વગરના વિદ્યાર્થીઓ આ વર્ષે પણ સીટો ભરવી પડશે.

રાજયની જીટીયુ સંલગ્ન તેમજ અન્ય સ્ટેટ યુનિવર્સિટી સંલગ્ન એમબીએ- એમસીએની સરકારીથી માંડી ખાનગી કોલેજોની પ્રવેશ પ્રક્રિયા કરતા સરકારની એડમિશન કમિટી (એસીપીસી) દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ ૪૮૦૦ વિદ્યાર્થીઓએ પીન ખરીદી હતી.જેમાંથી ૪૭૬૯ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યુ છે અને ૪૬૫૦થી વધુ વિદ્યાર્થીએ ડોકયુમેન્ટ વેરિફિકેશ કરાવ્યુ છે. ગત વર્ષે ૫ હજારથી વધુ વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કરાવ્યુ હોઈ આ વર્ષે રજિસ્ટ્રેશન પણ ઘટાડો નોંધાયા છે. એમબીએ-એમસીએમાં એમસીએ સાથે એમસીએના બીજા વર્ષમાં સીધો પ્રવેશ મળે છે અને જે એમસીએ લેટરલ કહેવાય છે.

એમબીએ,એમસીએ અને એમસીએ લેટરમાં આ વર્ષે બેઠકો ખૂબ જ મોટી સંખ્યામા ઘટી છે. બેઠકો ખાલી રહેતી હોવાથી એમબીએ,એમસીએ અને એમસીએ લેટરમાં ઘણી કોલેજોએ પોતાની બેઠકો ઝીરો કરી દીધી છે જયારે ઘણી કોલેજોએ ૧૨૦ બેઠકોમાંથી ૬૦ અને ૬૦ બેઠકોમાંથી ૩૦ તેમજ ૧૮૦માંથી ૧૨૦ બેઠકો કરી દીધી છે.

આમ બેઠકો ઘટતા આ વર્ષે એમબીએની ૮૮૯૫, એમસીએની ૪૭૩૨,એમસીએ લેટરલની ૬૧૩૬ બેઠકો છે.ગત વર્ષે એમબીએની ૯૧૨૯, એમસીએની ૪૮૪૦,અને એમસીએ લેટરલની ૬૨૪૪ બેઠકો હતી.જેમાંથી એમબીએમાં ૯૭૫, એમસીએ લેટરલમાં ૬૭૮ તથા લેટરલમાં ૮૩૬ બેઠકો ઘટતા આ વર્ષે ૨૪૦૦થી વધુ બેઠક ઘટી છે.ગત વર્ષે કુલ મળીને ૨૨૩૦૦થી વધુ બેઠકો હતી જેની સામે આ વર્ષે ૧૯૭૦૦ જેટલી બેઠક છે.

(3:59 pm IST)