Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

બ્લેક ગોલ્ડ ટી દ્વારા બોનાન્ઝા ઓફરનો મેગા ફાઇનલ ડ્રો સંપન્ન

પ્રથમ ઇનામ શ્યામ પ્રોવિઝનને, બીજુ ઇનામ સદ્દગુરૂ પ્રોવિઝનને અને ત્રીજુ ઇનામ ગીરીરાજ પ્રોવિઝનને ફાળે : વેપાર કેમ કરવો એ આવડત કારીયા પરિવારના લોહીમાં વણાઇ ગઇ છે : અનુપમસિંહ ગેહલોત :ધવલ કારીયા અને મિત કારીયાની આગેવાની હેઠળ મેગા 'ડ્રો'નું સફળ આયોજન

રાજકોટ : ચા ની બજારમાં સૌરાષ્ટ્રના ખુણે ખુણે છવાય જનાર બ્લેક ગોલ્ડ ટી દ્વાા તાજેતરમાં વેપારી મિત્રો માટે એક મેગા ડ્રો મેરેડીયન હોલમાં યોજવામાં આવ્યો હતો. જેમાં બમ્પર ઇનામ હોન્ડા બાઇક, બીજુ ઇનામ રેફ્રીઝરેટર, ત્રીજુ ઇનામ પ પીસનો ડાઇનીંગ ટેબલ સેટ, ચોથુ ઇનામ વોશીંગ મશીન, પાંચમું ઇનામ બાઇસીકલ, છઠ્ઠુ ઇનામ માઇક્રોવેવ ઓવન, સાતમુ ઇનામ ૨૪ ઇંચ એઇ.ઇ.ડી. ટીવી ઉપરાંત સ્માર્ટ ફોન, ૧.૫ સીસ્ટમ, મ્યુઝીક સીસ્ટમ, મીકસર ગ્રાઇન્ડર સહીત કુલ ૫૧ ઇનામો અપાયા હતા. આ ડ્રો સમયે મ્યુ. કમિશ્નર શ્રી બંછાનીધી પાની, પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંઘ ગેહલોત, આર.સી.સી. બેંકના સી.ઇ.ઓ. પુરૂષોતમભાઇ પીપળીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ વેપારી મિત્રોમાં મનોજભાઇ જશાણી, હસુભાઇ ઠુંમર, પ્રવિણભાઇ ઠુંમર, સંજયભાઇ પટેલ, રજનીભાઇ જોબનપુત્રા વગેરે ઉપસ્થિત રહેલ. પ્રથમ ઇનામ સામાન્ય કરીયાણાની દુકાન ધરાવતા શ્યામ પ્રોવિઝન સ્ટોરવાળા રમેશભાઇને લાગતા અનહદ ખુશી વ્યકત કરી હતી. બીજુ ઇનામ સદ્દગુરૂ પ્રોવિઝન સ્ટોરવાળા પુર્વેશભાઇને અને ત્રીજુ ઇનામ ગીરીરાજ પ્રોવિઝન સ્ટોરવાળા પુર્વેશભાઇને લાગ્યુ હતુ. પારદર્શક અને પારિવારીક વાતાવરણ વચ્ચે આ મેગા ડ્રો યોજવામાં આવ્યો હતો. વેપારીઓએ સાથે ભોજન લઇ પારિવારીક ભાવ અનુભવ્યો હતો. આ તકે પોલીસ કમિશ્નરશ્રીએ જણાવેલ કે વેપારીઓને કેવી રીતે સાચવવા, વેપર કઇ રીતે કરવો તે વાત કારીયા પરિવારના લોહીમાં વણાયેલી છે. પુરૂષોતમભાઇ પીપરીયાએ પણ જુની વાતો તાજી કરી દિનેશભાઇ ચાવાળા તરીકે જેનું નામ પ્રચલિત થયુ છે તેવા દિનેશભાઇ કારીયા (મો.૯૬૨૪૦ ૩૫૯૩૫) ના સંતાનો એટલે કે ધવલ કારીયા અને મીત કારીયા મોરના ઇંડાને ચીતરવા ન પડે તે રીતે પિતાના પગલે આગળ વધી રહ્યાનું જણાવ્યુ હતુ. મ્યુ. કમિશ્નર શ્રી બંછાનીધી પાનીએ પણ કારીયા પરિવારને શુભેચ્છાઓ આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને સ્વાગતવિધિ મિત કારીયાએ કરી હતી. જયારે આભારવિધિ ધવલ કારીયાએ કરી હતી. ડ્રો માં જજની પેનલમાં અરવિંદભાઇ બરછા, જયેશભાઇ સોના, અમિતભાઇ (અમિત જનરલ સ્ટોરવાળા) એ સેવા આપી હતી. કાર્યક્રમને સફળ બનાવવા સુપર સ્ટોકીસ્ટ એવા કે. કે. સેલ્સના કિશોરભાઇ ઉનડકટ તેમજ ધવલભાઇ કારીયા, મિતભાઇ કારીયાની આગેવાની હેઠળ પ્રદિપભાઇ કાનાબાર, હિતેશભાઇ કકકડ, કીર્તીભાઇ શીંગાળા, રફીકભાઇ અજમેરી વગેરેએ જહેમત ઉઠાવી હતી. તેમ શ્રીજી વલ્લભ ટી પ્રા.લી. (ફોન ૦૨૮૧- ૨૨૨૯૫૫૫) ની યાદીમાં જણાવાયુ છે.

(4:05 pm IST)