Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

મુખ્યમંત્રી આવાસ યોજનામાં વધુ ૨૯૦૦ ફલેટ બનશે સરકારની મંજુરીઃ પ્લાન-નકશા મોકલતા રૂડાના સીઇઓ પંડયા

નાના મૌવા-મુંજકા-ઘંટેશ્વરમાં ઇડબ્લયુએસ-૧, ઇડબ્લયુએસ-૩ તથા ગરીબ મધ્યમવર્ગ માટે કરોડોની જબરી યોજના : માધાપરમાં ૨૦ વર્ષ પહેલા જેમને ૨૫ ચો.મી. પ્લોટ અપાયા હતા તેમને ડાયરેકટ આ ફલેટ અપાશેઃ ૨૩૦૦ ફલેટનો ડ્રો થશે

 રાજકોટઃ તા.૪: શહેરમાં વધુ એક મુખ્યમંત્રી આવાસ યોજના મંજુર થઇ છે. જેમા નાના મૌવા, મુંજકા અને ઘંટેશ્વરમાં કુલ ૨૯૦૦ ફલેટના પાયા ખોદાય તેવા દિવસો નજીક છે. આ યોજનામાં ૧ બેડ, હોલ, કિચન તથા ૩ બેડ, હોલ, કિચનના ફલેટ બનાવવાના ડીપીઆર સરકારમાં મંજુરી માટે રૂડાના સીઇઓશ્રી પરિમલભાઇ પંડયા (એડી.કલેકટર)એ મોકલી આપ્યા છે.

 રાજય સરકારમાંથી આવાસ યોજનાની મંજુરી મળી ગઇ છે.  અને હાલ આ અંગેના પ્લાન, નકશા, કંમ્પલીશન માટેની જરૂરી કાર્યવાહિ પણ આરંભી દેવાઇ છે. જે ટુંક સમયમાં  મંજુર થઇને પરત ફરનાર છે. રાજકોટમાં  આ પહેલા પોપટપરા, નવા ૧૫૦ ફુટ રીંગ રોડ, મોટા મૌવા ખાતે આવાસ યોજનાઓનુ કાર્ય પુર્ણ થયેલ

 ગરીબોને ઘરનું ઘર સરળ  હપ્તેથી, વ્યાજબી ભાવથી મળી રહે તે માટે મુખ્યમંત્રી આવાસ યોજના મુકવામાં આવી છે. રાજયના વિવિધ શહેરોમાં આ યોજના થકી ગરીબોને ડ્રો સીસ્ટમથી આવાસો આપવામાં આવે છે. જે અંતર્ગત મુખ્યમંત્રીશ્રીના હોમ ટાઉનમાં વધુ એક આવાસ યોજના મંજુર થતા નાના-મધ્યમ વર્ગના લોકોમાં હર્ષની લાગણી ફેલાઇ છે. 

નવી મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ ત્રણ જગ્યાએ બનનાર ફલેટ માટે બીપીએલ કાર્ડ હોલ્ડર તથા મધ્યમવર્ગના પરિવારોને પણ  ડ્રો સીસ્ટમથી આવાસોની ફાળવણી કરવામાં આવશે. આ અંગેના ફોર્મ સહિતની માહિતીઓ ટુંક સમયમાં જાહેર કરવામાં આવશે તેમ તંત્રએ જણાવ્યું છે.

  ૨૦ વર્ષ પહેલા માધાપરમાં સરકાર દ્વારા ૨૫ ચો.મી.ના ૬૦૦ પ્લોટ ફાળવાયા હતા જે-તે સમયે લાભાર્થીઓએ તેનો સ્વીકાર કર્યો ન હતો. હવે આ યોજનામાં આ લાભાર્થીઓને ઇડબ્લયુએસ-૧માં સીધી ફાળવણી કરવામાં આવનાર છે. આ અંગેનું બધા લોકોનું લીસ્ટ પણ રૂડામાં મોકલી અપાયું છે.

જુના લાભાર્થીઓને ૬૦૦ ફલેટની સીધી ફાળવણી બાદ વધતા ૨૩૦૦ ઇડબ્લયુએસ-૧ તથા ઇડબ્લયુએસ-૩ના ફલેટની ડ્રો સીસ્ટમ પધ્ધતિથી ફાળવણી કરવામાં આવશે. આમ ઘરના ઘરનું સ્વપ્ન જોતા ગરીબ તથા મધ્યમ વર્ગના લોકો માટે તંત્રએ ખુશીના સમાચાર આપ્યા  છે.

(3:56 pm IST)