Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

વકીલ પુત્રના જામીન અને નેશનલ હાઇવે ઓથોરીટીના અધિકારીના આગોતરા મંજુર

રૂ. એક લાખ ૮૦ હજારના ચકચારી લાંચ કેસમાં

રાજકોટ, તા., ૪: જામકંડોરણાના એડવોકેટ નારણભાઇ ચકુભાઇ બાલધા પાસેથી લાંચની રકમ રૂ. ૧ લાખ ૮૦ સ્વીકારતા ઝડપાઇ ગયેલા આરોપી ધર્મેનકુમાર જયકૃષ્ણભાઇ

રૂપારેલ ને કોર્ટે જામીન પર છોડવાનો હુકમ કર્યો હતો. જયારે આજ ગુનામાં અન્ય આરોપી તન્વીર પાનીવાલ એ સંભવીત ધરપકડ સામે કરેલ આગોતરા જામીન અરજીને કોર્ટે મંજુર કરી હતી.

આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે ગઇ તા.૨૩-૫-૨૦૧૮ ના રોજ ફરીયાદી એડવોકેટ નારદભાઇ ચકુભાઇ બાલધાનો પેટ્રોલ પંપ મંજુર થયેલ હોય અને નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાનું એનઓસી મેળવી આપવા માટે નેશનલ હાઇવે ઓથોરીટી વતી આરોપીએ ફરીયાદીને એનઓસી મેળવવા રૂ. ૧,૮૦,૦૦૦ની લાંચની રકમ માંગણી કરેલ જે અન્વયે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાત કરી રૂ. ૧,૮૦,૦૦૦ની માંગણી કરી રકમ સ્વીકાર્યાની ફરીયાદ આરોપી ધર્મેનકુમાર જયકૃષ્ણભાઇ રૂપારેલ વિગેરે સામે રાજકોટ એસબીસી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવેલ હતી.

ત્યાર બાદ જામીન પર  છુટવા માટે આરોપી ધર્મેનકુમારે પોતાના એડવોકેટશ્રી આભય ભારદ્વાજ મારફત જામીન અરજી કરેલ હતી. જે જામીન અરજી રાજકોટના સેશન્સ જજશ્રી એચ.બી.ત્રિવેદીની કોર્ટમાં જામીનની સુનાવણી વખતે એડવોકેટશ્રીએ એવી દલીલ કરેલ હતી કે હાલના આરોપી કોઇ સરકારી કર્મચારી નથી કે કોઇ સરકારી કર્મચારી વતી કોઇ રકમની માંગણી કરેલ નથી અને હાલના અરજદારની સામે જે એ.સી.બી.ની કલમ લગાડવામાં આવે છે તેમાં સજાની જોગવાઇ જોતા ૩-૭ વર્ષની સજાની જોગવાઇ છે. આરોપી કયાંય નાસી -ભાગી જાય તેમ નથી. જે તમામ દલીલોને ધ્યાને લઇને એડી. સેસન્સ જજશ્રી એચ.બી.ત્રિવેદીએ રૂ. ૧૦,૦૦૦ના જામીન પર મુકત કરવાનો હુકમ ફરમાવેલ હતો. જયારે અન્ય આરોપી નેશનલ હાઇવે ઓથોરીટીના ઉચ્ચ અધિકારી એવા તન્વીર પતલીવાડના કોર્ટે આગોતરા જામીન મંજુર કર્યા હતા.

આ કામના આરોપી ધર્મેનકુમાર જયકૃષ્ણભાઇ રૂપારેલ તરફે એડવોકેટ તરીકે રાજકોટના ધારાાશસ્ત્રી શ્રી અભય ભારદ્વાજ, દિલીપ પટેલ, ધીરજ પીપળીયા, ગૌતમ પરમાર, વિજય પટેલ કલ્પેશ નસીત, જીજ્ઞેશ વિરાણી, જીતેન્દ્ર કાનાાબર, કલ્પેશ ઉઘરેજા, સુમીત ોરા, અમૃતા ભારદ્વાજ, ગૌરાં ગોકાણી રોકાયા હતા. જયારે તન્વીર પાનીવાલ વતી એડવોકેટ શ્રી મુકુન્દસિંહ સરવૈયા, પ્રદ્યુમનસિંહ જાડેજા, પિયુષભાઇ કારીયા, યોગેશ દવે, શૈલેષગીરી  ગોસ્વામી તથા પી.બી. ઝાલા રોકાયા હતા.

(3:56 pm IST)