Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

મંદિરોને ગાર્બેજ ચાર્જમાંથી મુકિતઃ વિચારણા

કાર્પેટ વેરાની કામગીરીની સમીક્ષા કરતાં સ્ટેન્ડીંગ ચેરમેન ઉદય કાનગડ :શહેરની તમામ ૪.પ૭ લાખ મિલ્કતોને કાર્પેટ મુજબ વેરા બીલ મોકલી દેવાયાઃ દરરોજ ર૦૦ વાંધા અરજી સામે ૧પ૦નો નિકાલ થઇ રહ્યો છે

રાજકોટ તા. ૪ :... મ્યુ. કોર્પોરેશન દ્વારા કાર્પેટ વેરાનાં બીલ ઘરે - ઘરે પહોંચાડવાની કામગીરી હવે પુર્ણ થઇ ગયાનું સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદયભાઇ કાનગડે જાહેર કર્યુ છે. તેમજ મંદિરોને  હાલમાં કોઇપણ જાતનો વેરા નથી.

માત્ર પાણી ચાર્જ અને ગાર્બેજ ચાર્જ વસુલાય છે. જેમાં ગાર્બેજ ચાર્જમાંથી પણ મંદિરોને મુકિત આપવા તંત્ર વિચારી રહ્યુ છે.  તેવો નિર્દેશ પણ તેઓએ આપ્યો હતો.

સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદયભાઇ કાનગડે કાર્પેટ વેરાની કામગીરી ઝડપી બનાવવા બાબતે અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી અને કાર્પેટ વેરાની કામગીરીની સમીક્ષા કરી હતી.

આ સમીક્ષા દરમિયાન શહેરની કુલ ૪.પ૭ લાખ મીલ્કતોને કાર્પેટ વેરા મુજબ નવા વેરા બીલ પોસ્ટ વિભાગ મારફત હાથો - હાથ ઘરે - ઘરે પહોંચાડી દેવાનું જાહેર થયું હતું.

જયારે વેરાની આવક ૮પ કરોડે પહોંચી છે.આ ઉપરાંત વાંધા અરજીની કામગીરીમાં દરરોજ ર૦૦ વાંધા અરજીઓ મળી રહી છે. તેની સામે રોજ ૧પ૦ જેટલી વાંધા અરજીઓનો નિકાલ થઇ રહ્યાનું સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન જાહેર કર્યુ હતું.

(3:55 pm IST)