Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

પત્નિની ભરણ પોષણની અરજી રદ પુત્રીને માસીક રૂ.૨૫૦૦ ચુકવવા આદેશ

રાજકોટ તા ૪ : રાજકોટ શહેરના સહકાર મેઇન રોડ પર ની રઘુવીર સોસાયટી ના રહીશ અલ્કેશ હસમુખભાઇ ચિત્રોડા પર તેઓ ના ઘણા સમય થી અલગ રહેતા પત્ની એ સી.આર.પી.સી. ની કલમ ૧૨૫ અંતર્ગત ભરણપોષણ મળવા અંગે ની અરજી તેઓ અને તેઓની પુત્રી માટે કરેલ. જે અરજીના નિકાલ થવામાં ઘણો લાંબો સમય પસાર થાય તેમ હોય તેવા કારણ સાથે તેઓ એ જીવન નિર્વાહ માટે વચગાળા ના ભરણપોષણ મળવા અંગે ફેમીલી કોર્ટ-રાજકોટમાં અરજી કરેલ હતી. જેને ફેમીલી કોર્ટે રદ કરી હતી.

અરજદારની રજુઆતો સી.આર.પી. સી. ની કલમ ૧૨૫ ના તત્વો વિરૂધ્ધ ની સ્પષ્ટ થતી હોય તે મુજબની વિસ્તારપૂર્વક ની રજુઆતો કરેલ અને અરજદારની વચગાળાની અરજી રદ કરી અરજદાર ને પુરાવાઓ રજુ કરવા આદેશ આપી મેરીટ ઉપર હુકમ ફરમાવવા અરજ કરેલ. સાથે સામાવાળા એટલે કે અલ્કેશભાઇ દ્વારા અરજદારના તા. ૨૩/૧૧/૨૦૦૯ થી તા. ૨૩/૧૨/૨૦૧૭ સુધીની પગાર સ્લીપો પણ દસ્તાવેજી પુરાવા લીસ્ટથી રજુ રાખવામા  આવેલ હતી.

ઉપરોકત રજુઆતો પુરાવાઓ, હકીકતો ધ્યાને લઇ અને સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતો એ ભુતકાળમાં આપેલ ગાઇડલાઇનો ધ્યાને લઇ ફેમીલીકોર્ટે રાજકોટના પ્રિન્સિપલ જજ એેસ.એમ. મેહતા એ અરજદાર નં.૧ ની અરજી ના-મંજુર કરતો હુકમ ફરમાવેલ છે જયારે અરજદાર નં.૨ એટલે કે પુત્રીને માસિક રૂ.૨૫૦૦/- નું વચગાળા નું ભરણપોષણ ચુકવવાનો હુકમ ફરમાવેલ છે.

સદરહું કામમાં સામાવાળા તરફે ધારાશાસ્ત્રી દરજ્જે નરેન્દ્ર પી. અનડકટ, કમલ એન. કવૈયા, વિરલ એચ. રાવલ, કનકસિંહ ચોૈહાણ દ્વારા રજુઆતો કરવામાં આવેલ.

(3:53 pm IST)