Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

કામમાં દાંડાઇ નહીં ચાલે

ગાંધીગ્રામમાં વિસ્તારમાં પેવિંગ બ્લોક-ફુટપાથની કામગીરીનું ચેંકીગ કરતા મનીષ રાડીયા

રાજકોટ, તા.૪: શહેરના વોર્ડ નં.૧ ના ગાંધીગ્રામ વિસ્તારમાં ચાલી રહેલ પેવિંગ બ્લોક અને ફુટપાથની કામગીરીનું બાંધકામ સમિતિ ચેરમેન મનિષ રાડીયા દ્વારા કરવામાં આવ્યું હતું અને કામ સંબધિત અધિકારીઓને સુચના આપવામાં આવી હતી.

આ અંગે સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ મુનિ. કોપોરેશનનાં શાસકો દ્વારા         ''સૌ નો સાથ સૌ નો વિકાસ'' ના સુત્ર સાથે વિસ્તારના જુદા જુદા લોકોપયોગી કામો મંજુર કરવામાં  આવ્યા છે. તેના જ એક ભાગરૂપે વોર્ડ નં.૦૧માં આવેલ ભારતીનગરમાં જનભાગીદારી હેઠળ સાઈડ સોલ્ડરમાં પેવિંગ બ્લોક તથા લાખના બંગલાવાળા રોડ પર ડકટ લાઈન અને ફૂટપાથમાં બ્લોક લગાડવાની કામગીરી ચાલુ છે ત્યારે બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયાએ તે વિસ્તારમાં સ્થળ મુલાકાત લીધી હતી.  બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયાએ ચાલી રહેલ કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું. તથા બાંધકામ લગત કામગીરીમાં માલ-સામાન સહિત ગુણવતા જળવાઈ રહે તે માટે વોર્ડ નં.૧ના વોર્ડ એન્જીનીયર બી. પી. વાઘેલા તથા હાજર રહેલ સ્ટાફને સુચના આપેલ હતી.

(3:38 pm IST)