Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

ચોમાસુ ગોવા નજીક પહોંચ્યું: સૌરાષ્ટ્ર ગુજરાતમાં પ્રિ-મોન્સુન એકટીવીટી

મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર, તેલંગણાના બાકીના ભાગોમાં આગળ વધશે : વેધરએનાલીસ્ટ અશોકભાઇ પટેલની તા.૧૦ જુન સુધીની આગાહીઃ આવતા દિવસોમાં ભેજનું પ્રમાણ વધતુ જશે જેથી અસહ્ય બફારાના અનુભવ થશે, છુટાછવાયા વાદળો પણ જોવા મળશેઃ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ્સ બનશે

રાજકોટઃ વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલ જણાવ્યુ છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ગોવા નજીક પહોંચ્યું છે જે આગામી બે-ત્રણ દિવસમાં ગોવાના બાકીના ભાગો મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર, તેલંગણાના બાકીના ભાગોમાં પહોંચી જશે. જયારે સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં આવતા દિવસોમાં બફારાનું પ્રમાણ વધશે. છુટાછવાયા વાદળો પણ જોવા મળશે.

ગઇકાલે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ કેરળથી શ્રીગણેશ કરેલ. આજે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ સમગ્ર અરબીસમુદ્રમાં પહોંચી ગયું છે અને મધ્ય અરબી સમુદ્રમાં થોડાભાગમાં લક્ષદ્વીપ અને કેરળના બધા ભાગોમાં કોસ્ટલ અને દક્ષિણ ઇન્ટીરીયર કર્ણાટકના મોટાભાગો તેમજ ઉત્તર ઇન્ટીરીયર કર્ણાટક, આંધ્રના અમુક ભાગ, તામિલનાડુના થોડા વધુ ભાગો, દ.પશ્ચિમ બંગાળની ખાડીના સમગ્ર ભાગોમાં મધ્ય બંગાળની ખાડીના થોડા વધુ ભાગોમાં આગળ વધ્યું છે.

હાલ ચોમાસુ રેખા ૧૪ ડિગ્રી નોર્થ ૬૦ ડીગ્રી ઇસ્ટ, ૧૪.૫ નોર્થ, ૭૦ ઇસ્ટ ગોવાથી દક્ષિણ આવેલુ કારવાર ગામ, અનંતપુર, રેલોર, નાગાપટ્ટીનમ ત્યાંથી બંગાળની ખાડીમાં ૧૨ ડિગ્રી નોર્થ, ૮૩ ઇસ્ટથી ૧૮.૫ ડિગ્રી નોર્થ, ૯૪ ઇસ્ટ,  ચોમાસુ આવતા બે ત્રણ દિવસમાં ગોવા, મહારાષ્ટ્રના ભાગો કર્ણાટકના બાકીના ભાગો, આંધ્ર તેલંગાણાના થોડા ભાગો તામિલનાડુ થોડા ભાગોમાં આગળ વધશે.

ચોમાસુ પવન ગઇકાલે જોરમાં ન હતા પણ આવતા દિવસોમાં સેટ થઇ જશે. 

વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલ આગાહી કરતાં જણાવે છે કે તા.૪ થી ૧૦ જુન સુધીમાં સૌરાષ્ટ્ર-કચ્છ ગુજરાતમાં પ્રિ-મોન્સુન એકટીવીટી ઘણા દિવસો રહેશે.

વધુ ગુજરાત રેન્જ માં જોવા મળશે. આગાહી સમયના અંતસમય આસપાસ બંગાળની ખાડીમાં સિસ્ટમ્સ બનવાની છે.

દરમિયાન સૌરાષ્ટ્રમાં હાલ સવાર કરતા બપોરે ભેજનું પ્રમાણ ઘટી જાય છે. સાંજના સમયે વાતાવરણ સુકુ બની જાય છે. આવતા દિવસોમાં ભેજનું પ્રમાણ વધતુ જશે જેથી અસહ્ય ઉકળાટ બફારાનો અનુભવ થશે છુટાછવાયા વાદળો પણ જોવા મળશે.

(3:58 pm IST)