Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

સ્લમ વિસ્તારમા બાળકોને વિનામૂલ્યે બાળ સાહિત્યના પુસ્તકોનું વિતરણ

રાજકોટઃ હાલમાં ચાલતા કોવિદ-૧૯ના સમયગાળામાં સ્લમ વિસ્તારના બાળકો ઘરમાં રહિને જ્ઞાન સાથે ગમ્મત અને વાર્તાઓની મજા માણી શકે તે માટે રાજકોટ  નગરપાલિકા લાઇબ્રેરી વિભાગ અને અમદાવાદની કર્મા ફાઉંડેશન સંસ્થા દ્વારા શહેરના સ્લમ વિસ્તારના ૦-૫ વર્ષનાઙ્ગ ૬ -૧૦ વર્ષનાઙ્ગ અને ૧૧-૧૫ વર્ષના બાળકોનેઙ્ગ ૨૦૦૦ બાળ સાહિત્યને લગતા પુસ્તકોઙ્ગ રાજકોટ મહાનગરપાલિકાના યુનિવર્સિટી રોડ, કીડની હોસ્પિટલની બાજુનો સ્લમ વિસ્તાર, એ.જી. રોડ પ્રસિલપાર્ક સામે નો સ્લમ વિસ્તાર , રૈયા ગામ , ઇન્દીરા નગર રૈયા ધાર સ્લમ વિસ્તાર, સ્લમ કવાર્ટરઙ્ગ વિસ્તાર તથા અમરજીત નગર એરપોર્ટ રોડના સ્લમ વિસ્તારના બાળકોને બાળ સાહિત્યને લગતાઙ્ગ પુસ્તકોનુંઙ્ગ વિતરણ કરવામાં આવેલ હતુ.   આ પુસ્તક વિતરણ સંસ્થાના નાયબ કમિશ્નર ચેતન નંદાણીના માર્ગદર્શન હેઠળ મોબાઇલ લાઇબ્રેરીના માધ્યમથી આ વિસ્તારોમાં લાઇબ્રેરીયન એન.એમ. આરદેશણા, આસી. લાઇબ્રેરીયનશ્રી એસ.પી.દેત્રોજા તથા જુનીયર કલાક એમ.એચ. જાડેજા તથા લાઇબ્રેરી સ્ટાફ દ્વારા વિસ્તારોમાં ઘરે ઘરે જઇનેઙ્ગ બાળકોને પુસ્તકોનું વિતરણ કરવામાં આવેલ હતું. આ બાળકોમાં ખુબજ ઉત્સાહ જોવા મળેલ હતો.

(4:33 pm IST)