Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

હર સુબહ કી ધૂપ મધુર યાદ દિલાતી હૈ, હર મહકતી ખુશ્બુ જાદુ જગાતી હૈ, હર દિન પ્રકૃતિ પસંદ આતી હૈ

પ્રકૃતિના પાલવે શોભી સૌંદર્યની રંગોળીઃ ટીમ નાગદાનભાઇનું સર્જન

યુવાનોની જહેમતથી લોકડાઉન લેખેઃ ન્યારી હિલ્સ કાફે, યોગ કુટિર, ગૌશાળા વગેરે નિહાળી અકિલા પરિવારના મોભી કિરીટભાઇ ગણાત્રા પ્રસન્ન

કુદરતી સૌંદર્યઃ પ્રકૃતિ આપણને હવા, પાણી, ખોરાક વગેરે આપીને બધી જરૂરીયાત પૂરી કરે છે. પ્રકૃતિના ખોળે માણસને આહ્લાદક અનુભૂતી થાય છે. રાજકોટની ભાગોળે લોકડાઉનમાં આવુ જ એક સ્થળ વિકસ્યુ છે. ન્યારી હિલ્સ કાફેની સમીપ જ બનાવાયેલ યોગ કુટિર અને રળિયામણુ સર્જન યુવાનોની જહેમતનું પરિણામ છે.

રાજકોટ શહેરની ભાગોળે કાલાવડ રોડ ઉપર પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર અને અસંખ્ય મોરના કલરવથી શોભી ઉઠતા વાજડી ગામના અગ્રણી અને જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ત્થા જિલ્લા પંચાયતના સ્થાયી સમિતિના પૂર્વ ચેરમેન નાગદાનભાઇ ચાવડા અને તેમના પુત્રોએ બનાવેલ ન્યારી હિલ્સ કાફે ત્થા ફાર્મની મુલાકાત તાજેતરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાએ લીધી હતી. શ્રી નાગદાનભાઇના પ્રેમભર્યા નિમંત્રણને માન આપી કિરીટભાઇ આ પ્રકૃતિથી તરબતર ફાર્મ ઉપર રોકાયા હતા. અને પ્રકૃતિના અદ્દભૂત નઝારાને માણેલ. અસ્સલ દેશી ગાયોને નીણ ખવડાવેલ.

ગૌશાળા-ફાર્મ અને કાફેની મુલાકાત દરમિયાન ઓર્ગેનિક ખેતીની રસપ્રદ વિગતો મેળવી હતી અને ગૌશાળામાં બનાવેલ પંચમાટીથી નિર્માણ પામેલ ''યોગ કુટિર''નો આનંદ પણ લીધો હતો.

શ્રી કિરીટભાઇની સાથે શ્રી નાગદાનભાઇ ચાવડા, તાલુકા ભાજપના યુવા અગ્રણી શ્રી રાજેશભાઇ ચાવડા ત્થા યુવા અગ્રણીઓ શ્રી મનવીર ચાવડા, શ્રી સુરેશ ચાવડા, શ્રી અજય ચાવડા ત્થા શ્રી દેવાંશ રસિકલાલ અનડકટ (લાલુ) અને ચાવડા પરિવાર ખાસ ઉપસ્થિત રહેલ.

આ પ્રસંગે તેમની વાડીના સાથી અને દેવીપૂજક બાબુભાઇએ કોઠા સૂઝથી મેળવેલ અને જાતે બનાવેલ વાંસળીના અદ્ભૂત સુરોનો અનેરો આનંદ માણ્યો હતો.(નાગદાનભાઇના મો.૯૮રપર ૯૩રપ૮ રાજકોટ)

(4:10 pm IST)