Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

શહેરના પ્રવેશદ્વાર ગ્રીનલેન્ડ ચોકડીએ અનોખી ટ્રાફિક વ્યવસ્થાઃએસીપી ચાવડા, પીઆઇ એસ. એન. ગડ્ડુ, પીઆઇ પરમારનું સ્ટાફને માર્ગદર્શન

રાજકોટઃ શહેરના પ્રવેશદ્વાર કુવાડવા રોડ ગ્રીનલેન્ડ ચોકડી ખાતે કોરોના સંક્રમણ ન ફેલાય અને સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ રહે તે માટે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા અનોખી વ્યવસ્થા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને જેસીપી ખુરશીદ અહેમદ તથા ડીસીપી મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ગોઠવવામાં આવી છે. લેન ડ્રાઇવીંગના નિયમોનું પાલન કઇ રીતે કરાવવું તે અંગેની સમજ આજે ટ્રાફિક બ્રાંચના એસીપી બી. એ. ચાવડા, પીઆઇ એસ. એન. ગડ્ડુ, પીઆઇ એમ.આર. પરમાર, જે. કે. ગઢવી સહિતે સ્ટાફને આપી હતી. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(3:16 pm IST)