Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

મારૂતીનગર, શ્રીનગર અને પરસાણાનગરમાં જુગારધામ પર દરોડાઃ ર૯ પત્તાપ્રેમી પકડાયા

બી ડીવીઝન પોલીસે ૭, ભકિતનગર પોલીસે ૮, પ્ર.નગર પોલીસે ૧૦ અને રીક્ષામાં દેશી દારૂની હેરાફેરી કરતા બેને પકડયા

રાજકોટ તા. ૪ :.. શહેરના મારૂતીનગર, શ્રીનગર અને પરસાણાનગરમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી ર૯ પત્તાપ્રેમીઓને પકડી લીધા હતાં.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ તથા એસીપી એસ.આર. ટંડલની સુચનાથી બી. ડીવીઝન પોલીસ મથકના પીઆઇ વી. જે. ફર્નાન્ડીસના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ. એફ. ડામોર, હેડ કોન્સ. વિરમભાઇ ધગલ, હરપાલસિંહ, અજયભાઇ, મહેશભાઇ, હેમેન્દ્રભાઇ તથા મનોજભાઇ સહિત પેટ્રોલીંગમાં હતાં. ત્યારે કોન્સ. મહેશભાઇને મળેલી બાતમીના આધારે પેડક રોડ પર મારૂતિનગર શેરી નં. ર માં રહેતા વાસુ તુલસીભાઇ સુદાણી (ઉ.ર૦) ના મકાનમાં દરોડો પાડી જુગાર રમતા મકાન માલીક વાસુ સુદાણી તથા નીલ વલ્લભભાઇ સુદાણી (ઉ.ર૦), ગાંધી સ્મૃતી સોસાયટીના ભાવેશ જયંતીભાઇ પરમાર (ઉ.ર૩), મારૂતીનગરના પાર્થ રાજેશભાઇ રામાણી (ઉ.વ.ર૧), ગાંધી સ્મૃતિ સોસાયટીના સંદીપ દીલીપભાઇ આસોદરીયા (ઉ.ર૪), કનકનગરના કિશન અતુલભાઇ છાંટબાર (ઉ.ર૬) અને મારૂતીનગરના હાર્દિક વશરામભાઇ કથેરીયા (ઉ.ર૬)ને પકડી લઇ રૂ.૧૭ર૭૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી.

જયારે બીજા દરોડામાં ભકિતનગર પોલીસ મથકના પીઆઇ વી.કે. ઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એસ.એન. જાડેજા તથા એએસઆઇ સુભાષભાઇ ડાંગર, રામદેવસિંહ, મનરૂપગીરી અને રસીકભાઇ સહિત પેટ્રોલીંગમાં હતાં, ત્યારે બાતમીના આધારે કોઠારીયા રોડ પર શ્રીનગર શેરી નં.૬માં મકાનમાં દરોડો પાડી જુગાર રમતા મકાન માલીક મનોજ જેન્તીભાઇ પીપળીયા (ઉ.૩ર) તથા સાધના સોસાયટીના હસમુખ છગનભાઇ પીપળીયા (ઉ.૪પ), નીલકંઠ સીનેમા પાસે શારદા એપાર્ટમેન્ટના ચંદુ ભનુભાઇ પીપળીયા (ઉ.પર), શ્રીનગરના રમેશ ગોબરભાઇ સોરઠીયા (ઉ.પ૦), સાધના સોસાયટીના રોહીત બાબુભાઇ સાવલીયા (ઉ.૪૦), જયેશ બાબુભાઇ સાવલીયા (ઉ.૪ર), મયુર ધીરૂભાઇ રામાણી (ઉ.૩૭) તથા શ્રીનગર સોસાયટીના હિતેશ મોહનભાઇ અકબરી (ઉ.૩૭)ને પકડી ઇ રૂ.૧૩૩પ૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી કાર્યવાહી હતી.

જયારે ત્રીજા દરોડામાં પ્રનગર પોલીસ મથકના પીઆઇ વી.એસ. વણઝારાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ બી.વી. બોરીસાગર, એએસઆઇ સંજયભાઇ દવે, હેડ કોન્સ. વિજયસિંહ જાડેજા, વિરભદ્રસિંહ જાડેજા, જનકભાઇ કુંગશીયા, જયેન્દ્રસિંહ પરમાર, યુવરાજસિંહ જાડેજા, મહાવીરસિંહ જાડેજા, કિશોરસિંહ ઝાલા તથા પૂર્વિકાબેન સહિત પેટ્રોલીંગમાં હતાં ત્યારે હેડ કોન્સ. વિજયસિંહ જાડેજા, વિરભદ્રસિંહ જાડેજા અને જયેન્દ્રસિંહને મળેલી બાતમીના આધારે પરસાણાનગર  શેરી નં. ૬માં સુરેશ થાવરાણીના મકાનમાં દરોડો પાડી જુગાર રમતા મકાન માલીકની પત્ની કોમલ સુરેશ થાવરાણી (ઉ.૪૦), તથા લીલા પ્રવિણભાઇ વાણીયા (ઉ.પ૦), ધર્મિષ્ઠા સુરેશભાઇ પુજારા (ઉ.વ.ર૬), હંસરાજનગરની હંસા ભારમલભાઇ રામનાણી (ઉ.પ૭), પરસાણાનગરના હિતેષ કાનાભાઇ વાઢેર (ઉ.૩પ), નિર્મળા જયંતીભાઇ વાઘેલા (ઉ.પર) અને રૈયા ચોકડી પાસે શાંતિ નિકેતન પાર્કનો  મયુર તુલસીદાસભાઇ તન્ના (ઉ.ર૯) ને પકડી લઇ રૂ. ૧૩૧૦૦ ની રોકડ કબજે  કરી હતી. જયારે હેડકોન્સ વિજયસિંહ, જયેન્દ્રસિંહ તથા મહાવિરસિંહને મળેલી બાતમીના આધારે ભીલવાસ શેરી નં. ૧માં દરોડો પાડી ઘોડીપાસાનો જુાગર રમાડતા દિપક ભીખુભાઇ મુલીયાણા (ઉ.વ.૩૮), ધરમસીનેમા પાસેનો દાદુ સીદીભાઇ શેખ (ઉ.૬ર) અને બાબરીયા કોલોનીના જાહીદ હુસેનભાઇ એરડીયા (ઉ.વ.૪ર) ને પકડી લઇ રૂ. ૧૦,૧૦૦ ની મતા કબ્જે કરી હતી.

રીક્ષામાં દેશીદારૂની હેરાફેરી કરતા બે ઝબ્બે

પ્ર.નગર પોલીસ મથકના પીએસઆઇ બી.વી. બોરીસાગર તથા કોન્સ યુવરાજસિંહ જાડેજાએ બાતમીના આધારે ગાયકવાડી શેરી નં. ૩ માંથી જીજે ૧૭ ટીટી-૪૭૩ર નંબરની રીક્ષામાં દેશી દારૂની હેરાફેરી કરતા હરેશ પરસોતમભાઇ મકવાણા (ઉ.૩પ) (રહે. બંને ગાયકવાડી શેરી નં. ૩) ને  રીક્ષાામાંથી રૂ. ૧૪૦૦ નો ૭૦ લીટર દેશી દારૂ સાથે પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(3:10 pm IST)