Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર રાજકોટ ખાતે ડીસેમ્બર માસ સુધી શિબિર, ધ્યાનોત્સવ, સત્સંગ-સંતવાણી કાર્યક્રમો

રાજકોટ તા. ૪ : ઓશોના સુત્ર 'ઉત્સવ આમાર જાતિ, આનંદ આમાર ગૌત્ર' સુત્રને સાર્થક કરતા વિવિધ ધ્યાન શિબિર, સાહિત્ય પ્રદર્શનો, સન્યાસ ઉત્સવ, ભજન કિર્તન, ગીત સંગીત, વિશ્વ દિવસની ઉજવણી સહીતના કાર્યક્રમો ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર રાજકોટ ખાતે આયોજીત થઇ રહ્યા છે. ૩૫ વર્ષથી ઉજવાતા આ ઉત્સવોનું સંચાલન સ્વામિ સત્ય પ્રકાશ સંભાળી રહ્યા છે.

દરરોજ નિયમિત ૬ થી ૭ સક્રિય ધ્યાન અને સાંજે ૬.૪૫ થી ૮ સંધ્યા ધ્યાન કરવામાં આવે છે. મંદિરના સાહિત્ય પ્રદર્શન પરથી ઓશોના હિન્દી, અંગ્રેજી, ગુજરાતી પુસતકો, પ્રવચન-ધ્યાન-સંગીતની ઓડીયો વિડીયો સીડી, ડીવીડી, એમપીથ્રી, પેન ડ્રાઇવ તેમજ નાના મોટા ઓશોના લેમીનેટેડ ફોટોગ્રાફસ, કિચન, સ્ટીકર્સ સહીતની વસ્તુઓ ઉપલબ્ધ હોય છે.

ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરમાં રહેવા જમવાની વ્યવસ્થા, પુસ્તક, લાયબ્રેરી, પિરામીડની વ્યવસ્થા સામૂહિક ધ્યાન સિવાયના સમયમાં ૨૧ દિવસ, ૯૦ દિવસ સ્પેશ્યલ ધ્યાન કરવાની વ્યવસ્થા અગાઉથી નોંધણી કરાવ્યા મુજબ મળે છે. અહીં આયોજીત થતી વિવિધ શિબિરોનું આયોજન ઓશો સન્યાસી હિનામાં તથા સ્વામી દિલીપભાઇ ચંદવાણી કરી રહ્યા છે. શિબિરોનું, ઉત્સવોનું સંચાલન સ્વામી સત્યપ્રકાશ સંભાળી રહ્યા છે.

ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવર બ્રીજ પાસે, ૪-વૈદવાડી, ડી-માર્ટ પાછળની શેરી, રાજકોટઠ ખાતે આવેલ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે ઓશો સન્યાસીઓનું એક ઇનર સર્કલ બનાવવામાં આવેલ છે. આ ઇનર સર્કલ દ્વારા વર્ષ ૨૦૨૦ ના વિવિધ કાર્યક્રમો આયોજીત કરાયા છે. જે અંતર્ગત જુન માસમાં કાલે તા. ૫ ના પૂનમ (કબીર જયંતિ) વિશ્વ પર્યાવરણ દિવસ શિબિર બપોરે ૩ થી ૮ અને રાત્રે ૧૦ વાગ્યે સંતવાણી, તા. ૬ ના ગુરૂગોવિંદસિંહ જયંતિ શિબિર બપોરે ૬ થી ૮.૩૦, તા. ૧૩ ના શનિવારે સ્વામિ સત્ય પ્રકાશનો ૭૨ મો જન્મ દિવસ ઉત્સવ શિબિર બપોરે ૩ થી ૮.૩૦, તા. ૨૧ ના રવિવારે વિશ્વ યોગ દિવસ, વિશ્વ સંગીત દિવસ, યોગ ધ્યાન સાંજે ૬ થી ૮, તા. ૨૩ ના મંગળવારે કચ્છી નુતનવર્ષ અષાઢી બીજ સાંજે ૬ થી ૮ ઉજવાશે.

જયારે જુલાઇ માસમાં તા. ૫ ના રવિવારે ગુરૂપૂર્ણીમાં ઓશો ધ્યાન શિબિર સવારે ૬.૩૦ થી રાત્રીના ૮.૩૦ સુધી, રાત્રે ૧૦ વાગ્યે સંતવાણી થશે.

ઓગષ્ટ માસમાં તા. ૧ ના શનિવારે બકરી ઇદ, સુફી ગીત ધ્યાનોત્સવ સાંજે ૬.૩૦ થી ૮ સુધી, તા. ૩ ના સોમવારે પુનમ, રક્ષાબંધન ધ્યાન શિબિર બપોરે ૩ થી ૮.૩૦ અને રાત્રે ૧૦ વાગ્યે સંતવાણી, તા. ૧૨ ના બુધવારે જન્માષ્ટમી ઉત્સવ સાંજે ૬.૩૦ થી ૮ સુધી, તા. ૧૬ ના રવિવારે પતેતી પારસી નવુ વર્ષ ઉત્સવ સાંજે ૬.૩૦ થી ૮ સુધી, તા. ૩૦ ના રવિવારે મોહરમ, તાજીયા સુફી ધ્યાન સાંજે ૬.૩૦ થી ૮ યોજાશે.

સપ્ટેમ્બર માસમાં તા. ૨ ના બુધવારે ભાદરવી પૂનમ ઓશો ધ્યાન શિબિર બપોરે ૩ થી ૮.૩૦ અને રાત્રે ૧૦ વાગ્યે સંતવાણી, તા. પ ના શનિવારે શિક્ષક દિવસ, ઓશો સન્યાસી, પ્રેમી શિક્ષકોનું બહુમાન સાંજે ૬.૩૦ થી ૮ દરમિયાન કરાશે. તા. ૮ ના ગુરૂવારે મહાપરિનિર્વાણ દિવસ શિબિર બપોરે ૩ થી ૮.૩૦ સુધી, તા. ૧૪ ના સોમવારે હિન્દી દિવસ વિશેષ પ્રવચન, વાર્તાલાપ, સાંજે ૬.૩૦ થી ૮, તા. ૨૬ ના શનિવારે ઓશો નવ સન્યાસ દિવસ શિબિર બપોરે ૩ થી ૮.૩૦ યોજાશે.

ઓકટોબરમાં તા. ૨ ના શુક્રવારે વિશ્વ અહીંસા દિવસ વિશેષ પ્રવચન સાંજે ૬.૩૦ થી ૮.૩૦ સુધી, તા. ૨૫ ના રવિવારે દશેરા-વિજયા દશમી ઉત્સવ સાંજે ૬.૩૦ થી ૮ સુધી, તા. ૩૧ ના શનિવારે શરદ પૂનમ, મીરાબાઇ જયંતિ ઓશો ધ્યાન શિબિર બપોરે ૩ થી ૮.૩૦, રાત્રે ૧૦ વાગ્યે સંતવાણી યોજાશે.

નવેમ્બર મહીનામાં તા. ૧૪ ના શનિવારે દિવાળી ઉત્સવ સાંજે ૬.૩૦ થી ૮ સુધી, તા. ૧૯ ના ગુરૂવારે લાભ પાંચમ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરનું સ્નેહ મિલન ઉત્સવ સાંજે ૬.૩૦ થી ૮, તા. ૩૦ ના સોમવારે પુનમ ગુરૂ નાનક જયંતિ ઓશો ધ્યાન શિબિર બપોરે ૩ થી ૮.૩૦, રાત્રે ૧૦ વાગ્યે સંતવાણી યોજાશે.

ડીસેમ્બર મહીનામાં તા. ૧૧ ના શુક્રવારે ઓશો જન્મ દિવસ ઓશો ધ્યાન શિબિર બપોરે ૩ થી ૮.૩૦, તા. ૨૫ ના શુક્રવારે ક્રિસમસ નાતાલ ઉત્સવ સાંજે ૬.૩૦ થી ૮ સુધી, તા. ૩૦ ના બુધવારે પૂનમ ઓશો ધ્યાન શિબિર બપોરે ૩ થી ૮.૩૦ અને રાત્રે ૧૦ વાગ્યે સંતવાણી, તેમજ તા. ૩૧ ના ગુરૂવારે બાય બાય ૨૦૨૦, વેલકમ ૨૦૨૧ ઉત્સવ રાત્રે ૧૦.૩૦ થી ૧૨ સુધી યોજાશે.

આ તમામ શિબિર, ધ્યાન ઉત્સવ, વિશેષ કાર્યક્રમોનું નિશુલ્ક આયોજન કરવામાં આવેલ છે. વધુ માહિતિ માટે સ્વામિ સત્ય પ્રકાશ મો.૯૪૨૭૨ ૫૪૨૭૬, પૂર્વી દીદી (માં સુરજ) મો.૯૪૦૮૩ ૦૯૫૩૧, સંજીવ રાઠોડ (સ્વામી સંજીવ) મો.૯૮૨૪૮ ૮૬૦૭૦, વિજયભાઇ ભુવા (સ્વામી પ્રેમ મુસાફીર) મો.૭૬૦૦૦ ૦૪૧૯૭, અશોકભાઇ લુંગાતર (સ્વામી ધ્યાન અનુભવ), મો.૯૮૨૪૪ ૯૨૩૯૨, મહેશભાઇ જાદવ (સ્વામી અમૃત ગગન) મો.૭૪૦૫૧ ૫૦૦૦૫ નો સંપર્ક કરવા જણાવાયુ છે.

(3:05 pm IST)