Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

ત્રંબામાં ફેન્સીંગ વગરના ટ્રાન્સફોર્મરમાંથી કરંટ લાગતાં ગાયનું મોત

રાજકોટઃ ત્રંબામાં સ્મશાન ઘાટ પાસે આવેલા અવેડા પર દરરોજ ગાયો પાણી પીવા આવે છે. અહિ નજીકમાં જ ફેન્સીંગ વગરનું વીજ ટ્રાન્સફોર્મર હોઇ તે આજે એક ગાયના મોતનું કારણ બન્યું હતું. ટ્રાન્સફોર્મરના થાંભલા પાસેથી અવેડા તરફ જઇ રહેલી ગાયને જોરદાર કરંટ લાગતાં થાંભલામાં જ ચોંટી ગઇ હતી. મૃત્યુ પામનાર ગાય માલધારી બાવનજીભાઇ આંબાભાઇ ડાભીની હતી. ગાયની કિંમત આશરે સાંઇઠ હજાર હોવાનું જણાવાયું હતું. વિજ તંત્ર આ ટ્રાન્સફોર્મર ફરતે તાકીદે ફેન્સીંગ બાંધે તેવી માંગણી ઉઠવા પામી છે. તસ્વીર ત્રંબાથી જી. એન. જાદવે મોકલી હતી.

(1:06 pm IST)