Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

રાજકોટના નવા ડીસીપી પ્રવિણકુમારને ઓળખો

૧૩ના અનલક્કી આંકને કારણે ૨૦૦૬ બેચ પાછળ રહી ગઇ, ર૦૧૬ બેચ બઢતીમાં આગળ નિકળી ગઇ : મૂળ રાજસ્થાનના વતનીઃ અભ્યાસ મુંબઇઃ મિકેનીકલ એન્જીનીયરઃ બી-ટેક અને એમ-ટેક જેવી ડીગ્રી ધરાવતા આ આઇપીએસનું ઘડતર ખુબ જ અનુભવી અધિકારીઓના હાથ નીચે થયું છે : તૂર્તમાં ચાર્જ સંભાળશેઃ અકિલા સાથે વાતચીત

રાજકોટ, તા., ૪: છ માસ કરતા વધુ સમયથી બઢતી માટે હક્કદાર બનેલા ર૦૦૬ બેચના ૧૩ એસપીઓ પોતાના અનલક્કી આંકને કારણે વધુ એક વખત અનલક્કી પુરવાર થયા છે. તેઓના બદલે ૨૦૧૬ બેચના એએસપી કક્ષાના ૪ અધિકારીઓને રેગ્યુલર પોસ્ટીંગ માટે બઢતી આપી દેવામાં આવી છે. જો કે ૪ પૈકી ૩ને આશ્ચર્યજનક રીતે એસઆરપી કમાન્ડન્ટ તરીકે વિવિધ જગ્યાએ મુકયા છ. આ હુકમમાં એકઝીકયુટીવ સ્થાન મેળવવામાં  જે આઇપીએસ ભાગ્યશાળી બન્યા છે તેમનું નામ પ્રવીણકુમાર  છે. તેઓને રાજકોટમાં ડીસીપીની ખાલી જગ્યા પર પોસ્ટીંગ આપવામાં આવ્યું છે.

મૂળ રાજસ્થાનના જયપુરના વતની એવા પ્રવીણકુમાર મીકેનીકલ એન્જીનીયર છે. તેઓએ મુંબઇમાં બી-ટેક અને એમ-ટેક જેવી ઉચ્ચ કક્ષાની ટેકનીકલ ડીગ્રી હાંસલ કરી છે.

તેઓનો પ્રારંભિક તાલીમી સમય અમદાવાદ (ગ્રામ્ય) હેઠળના વીરમગામમાં  વિત્યો હતો. અહીં તેમને રાજય પોલીસ તંત્રના કાર્યદક્ષ અને ડીઆઇજી કક્ષાએ જેઓને તુરંતમાં બઢતી મળનાર છે તેવા અમદાવાદ રૂરલના એસપી આર.વી.અસારી તથા પોલીસ તંત્રનો બહોળો અનુભવ ધરાવવા સાથે એસીબીના કવોલીટી  કેસો તથા બાળકોને ગોંધી રાખવાના સ્વામી નિત્યાનંદ  તથા તેમના સાધ્વીઓ સામેની તપાસના વડા રહી ચુકેલા સાણંદના ડીવાયએસપી  કે.ટી. કામરીયાનું માર્ગદર્શન મેળવાના કારણે તેમણે ટુંકા ગાળામાં ઘણું જ્ઞાન મેળવી લીધું છે. તેઓ તુર્તમાં જ ચાર્જ સંભાળશે તેમ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

(1:03 pm IST)