Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

ગાંધીગ્રામ શાહનગરની પ્રજાપતિ મહિલા શોભનાબેન ફટાણીયા ગૂમ

ગઇકાલે સવારે ઘરેથી નીકળ્યા બાદ ગાયબઃ શોધખોળ બાદ ગાંધીગ્રામ પોલીસને જાણ કરાઇઃ જોવા મળે તો પોલીસને જાણ કરો

રાજકોટ તા. ૪: ગાંધીગ્રામ શાહનગર શેરી નં. ૫ દલવાડી ચોકમાં રહેતાં શોભનાબેન રાજેશભાઇ ફટાણીયા (સોરઠીયા પ્રજાપતિ) (ઉ.વ.૪૫) નામના મહિલા ગઇકાલે સવારે નવેક વાગ્યે ઘરેથી નીકળ્યા બાદ ગાયબ થતાં ગાંધીગ્રામ પોલીસમાં જાણ કરવામાં આવી છે. અવાર-નવાર તેણી નજીકમાં માસીના દિકરાને ત્યાં જતાં હતાં. ગઇકાલે ત્યાં જ ગયાનું પરિવારજનોને લાગ્યું હતું. પણ મોડે સુધી પરત ન આવતાં તપાસ કરતાં ત્યાં ગયા નહિ હોવાનું જણાતાં ઠેકઠેકાણે શોધખોળ હાથ ધરી હતી. તેણીના માવતર તાલાલા રહે છે ત્યાં પણ તે પહોંચ્યા ન હોવાનું જણાતાં અંતે ગાંધીગ્રામ પોલીસને જાણ કરવામાં આવી હતી. શોભનાબેનના પતિ રાજેશભાઇ ડાયાભાઇ ફટાણીયા દરજી કામ કરે છે. સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. તસ્વીરમાં દેખાતા મહિલા કોઇને જોવા મળે તો ગાંધીગ્રામ પોલીસને ફોન ૦૨૮૧ ૨૫૮૮૦૮૫ ઉપર જાણ કરવા જણાવાયું છે.

(11:19 am IST)