Gujarati News

Gujarati News

News of Tuesday, 4th June 2019

બી.જી. ગરૈયા હોમિયોપેથી મેડીકલ કોલેજ કાળીપાટ રાજકોટના વિદ્યાથીઓ ઝળકયા

સોૈરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં પ્રથમ વર્ષમાં ૩, દ્વિતીય વર્ષમાં ૯, તથા તૃતીય વર્ષમાં ૧ વિદ્યાર્થીઓએ ટોપ ટેનમાં મેદાન માર્યુ

રાજકોટ તા ૪  :  સોૈરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવાયેલ જાન્યુઆરી-૨૦૧૯ની BHMS ની પરીક્ષાનું રીઝલ્ટ હમણાં થોડા સમય પહેલા જાહેર થયેલ, જેમાં બી.જી.ગરૈયા, હોમિયોપેથી મેડીકલ કોલેજ કાળીપાટના પ્રથમ થી થર્ડયર સુધીના વિદ્યાર્થીઓ એ મેદાન માર્યુ છે. જેમાં પ્રથમ વષ BHMS માં યુનિવર્સિટી ના ટોપ ૧૦ માંથી ૪ વિદ્યાર્થી આ કોલેજના છે, જેમાં યુનિવર્સિટી  ત્રીજા નંબર પર વણજારા એઝાઝ, યુનિવર્સિટી પાંચમાં નંબર પર ભાદરક ચેતન, યુનિવર્સિટી સાતમાં નંબર પર કોઠારી દિક્ષિત અને યુનિવર્સિટી નવમાં નંબર પર દુબે શુભમનો સમાવેશ થાય છે.

 

જયારે દ્વિતીય વર્ષ BHMS યુનિવર્સિટીના ટોપ ૧૦ માં૨૦  વિદ્યાર્થીઓમાંથી  ટોટલ  ૯ વિદ્યાર્થીઓ આ કોલેજના  આવેલ છે, જેમાં (૧) ચાવડા શિવાંગી,(ર) પટેલ પાર્થ,(૩) મેઘનાથી કૃપા (૪) ગઢિયા વિમલ, (૫) સુરાણી ધીરાલી, (૬) સાવલીયા બંસરી, (૭) વેકરીયા અંકિતા, (૮) ઘેલાણી પલક, (૩) પાટડીયા પ્રિયાનો સમાવેશ થાય છે.

જયારે તૃતીય વર્ષ BHMS  યુનિવર્સિટી ટોપ ૧૦ માંથી બીજા નંબર પર આ કોલેજની વિદ્યાર્થીની ગીલ કાજલ આવેલ છે.

આ કોલેજ છેલ્લા સાત વર્ષથી શ્રેષ્ઠ શિક્ષણ આપવાનો હંમેશા પ્રયત્ન કરતી રહી છે. જેના લીધે આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ યુનિવર્સિટીના ટોપ-૧૦માં આવેલ છે, જેમાં તેમના શિક્ષણ માટે તેમના સ્ટાફ તથા ટ્રસ્ટીઓ હમેશા કાર્યરત રહે છે, અને વિદ્યાર્થીઓને શ્રેષ્ઠશિક્ષણ મળે તેવા હંમેશા પ્રયત્ન કરતા રહેતા હોઇ છીએે.યુનિવર્સિટી પરીક્ષા ટોપ-૧૦માં આવેલ તમામ વિદ્યાર્થીઓને કોલેજના ટ્રસ્ટીશ્રી વનરાજભાઇ ગરૈયા તથા શ્રી રામભાઇ ગરૈયા તથા પ્રિન્સિપાલ શ્રી ડો. ક્રિષ્ના સહા  તથા કોલેજના તમામ  સ્ટાફે ભવિષ્યમાં પોતાના માતા-પિતા તથા કોલેજનું નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવેલ.

(3:41 pm IST)