Gujarati News

Gujarati News

News of Tuesday, 4th June 2019

આજી ડેમ પાસેથી મળેલા માનસીક અસ્થિર વૃધ્ધાને પરિવાર સાથે મિલન કરાવતી ૧૮૧ની ટીમ

રાજકોટ : આજી ડેમ પાસે રિધ્ધી સીધ્ધી સોસાયટીના નાલા પાસે એક ૬૦ વર્ષની માનસીક અસ્થીર અજાણી વૃધ્ધા બે કલાકથી બેઠેલા હોવાની કોઇ વ્યકિતએ જાણ કરતા ૧૮૧ અભયમની ટીમના કાઉન્સીલર ભાવનાબેન પરમાર, પાયલોટ નિલેશભાઇ સિંધવ અને જીઆરડી ભાનુબેન મઢવી સહિતે સ્થળ પર પહોંચી વૃધ્ધા સાથે વાતચીત કરતા તેણે પોતાનું નામ ભાનુબેન ભરતભાઇ વ્યાસ જણાવ્યું હતું. વૃધ્ધા બીજુ કંઇ જાણતા ન હોવાનું જણાવ્યું હતું. માનસિક  અસ્થિર વૃધ્ધાના પરિવારજનોને શોધવા માટે ૧૮૧ ની ટીમે આસપાસ તપાસ કરી હતી. વૃધ્ધા વારંવાર થોરાળા બાજુ ઘર છે તેમ જણાવતા હોઇ, ૧૮૧ ની ટીમે થોરાળા વિસ્તારમાં તપાસ કરતા એક મહિલા વૃધ્ધાને ઓળખી ગયા હતા અને તે થોરાળામાં મહેમાન તરીકે ઘણા વર્ષો પહેલા આવતા હતાં. બાદ ૧૮૧ ની ટીમે વૃધ્ધાના સંબંધીના ઘરે જઇ તેના પુત્રનો ફોન દ્વારા સંપર્ક કરી વૃધ્ધાને તેના પરિવારજનોને સોંપી પરિવાર સાથે મિલન કરાવ્યુ હતું.

(3:37 pm IST)