Gujarati News

Gujarati News

News of Tuesday, 4th June 2019

મોમાઇનગર વિસ્તારવાસીઓને પાણીની સમસ્યામાંથી મુકિતઃ પાઇપ લાઇનનું ખાતમુહૂર્ત

રાજકોટ : શહેરનાં વોર્ડ નં. ૧ માં આવેલ મફતીયાપરા મોમાઇનગર વિસ્તારમાં  પીવાના પાણી વિતરણ પાઇપ લાઇનનું ખાત મુર્હૂત વોર્ડ ૧ નાં કોર્પોરેટર બાબુભાઇ આહીરના હસ્તે કરવામાં આવ્યું હતું.  આ પ્રસંગે કોર્પોરેટર દુર્ગાબા જાડેજા, અંજનાબેન મોરઝરીયા સહિત મહામંત્રી  ભાવેશભાઇ પરમાર, ચારૂબેન ચૌધરી, ભારતીબેન રાવલ, ધમેન્દ્રસિંહ જાડેજા, લલીતભાઇ વાડોલીયા, શકિતસિંહ જાડેજા, નાગજીભાઇ વરૂ, હરિભાઇ સહિત અગ્રણીઓની ઉપસ્થિતી રહ્યા હતાં.

(3:36 pm IST)