Gujarati News

Gujarati News

News of Tuesday, 4th June 2019

રાજકોટમાં ભારતનો નવેમ્બરમાં બાંગ્લાદેશ સામે ટી-20 : મુકાબલો: જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે રમાશે

BCCI દ્વારા 2019-2020નો કાર્યક્રમ જાહેર ;ઘર આંગણે પાંચ ચ ટેસ્ટ અને 9 વનડે અને 12 ટી-20 મેચો રમાશે

રાજકોટમાં આ વર્ષે  7 નવેમ્બરે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટી-20 મેચ અને આગામી 2020માં 17 જાન્યુઆરીના ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે મેચ રમાશે

  બીસીસીઆઈ દ્વારા 2019-2020 માં ઘર આંગણે પાંચ ટેસ્ટ અને 9 વનડે અને 12 ટી-20 મેચો રમાનાર છે જેમાં રાજકોટમાં આ વર્ષે  7 નવેમ્બરે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટી-20 મેચ અને આગામી 2020માં 17 જાન્યુઆરીના ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે મેચ રમાશે

સપ્ટેમ્બરમાં સાઉથ આફ્રિકની ટિમ આવશે ત્યારબાદ બાંગ્લાદેશની ટીમ  નવેમ્બરમાં આવશે આ વર્ષના અંતે ડિસેમ્બરમાં વેસ્ટ ઇન્ડિઝ અને ઝિમ્બાબ્વેની ટિમ આવશે 2020માં જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયાની ટિમ ભારત આવશે

(9:34 pm IST)