Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મહારાજ સાહેબનું જૈનમ્ દ્વારા ભવ્ય સ્વાગત

રાજકોટઃ આજરોજ રાજનગરી રાજકોટમાં ગોંડલ સંપ્રદાયનાં પૂ.સુંશાંતમુનિ મ.સા., રાષ્ટ્રસંત પૂજય ગુરૂદેવ નમ્રમુનિ મહારાજ સાહેબ, પૂ.પિયુષમુનિ મહારાજ સાહેબ આદિ ઠાણા સાથે વિરલ પ્રજ્ઞા પૂ.વિરલબાઈ મ., પૂ.ભદ્રાબાઈમ., આદિ સતિવૃંદનો મંગલ પ્રવેશ થયો હતો. જૈનમ્ ગ્રુપનાં સભ્યો દ્વારા તમામ સંતોનું ભવ્ય સ્વાગત માલવીયા ચોક ખાતે રંગબેરંગી પતાકાની વર્ષાથી  કરવામાં આવેલ હતું. આ પ્રસંગે જૈનમ્ ગ્રુપનાં જીતુ કોઠારી, સુજીત ઉદાણી, મયુર શાહ, જયેશ મહેતા, સેજલ કોઠારી, ચીરાગ  દોશી, અમિત દોશી, નિલેશ ભાલાણી, મેહુલ દામાણી, ઉપેન મોદી, નિલેશ શાહ, તરૂણ કોઠારી, ભરત દોશી, ઉદય ગાંધી, વૈભવ સંઘવી, રૂષભ શેઠ, હેમલ પારેખ, બીપીન ગાંધી સહીતનાં મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા. જૈન સંઘનાં અગ્રણીઓ સર્વશ્રી ચંદ્રકાંતભાઈ શેઠ, ડોલરભાઈ કોઠારી, મધુભાઈ ખંધાર, શીતલભાઈ બાટવીયા, પ્રવિણભાઈ કોઠારી, દિલેશભાઈ ભાલાણી, કિરીટભાઈ શેઠ, કશ્યપભાઈ શુકલ, જીતુભાઈ બેનાણી, શૈલેષભાઈ માંઉ સહીતનાં અનેક શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

(3:39 pm IST)