Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

જૈન ચાલના આંગણે પૂ.ગુરૂભગવંતોની પધરામણી

રાજકોટઃ જૈનચાલ સંઘના આંગણે ગુજરાત રત્ન બા.બ્ર. પૂ.સુશાંતમુનિ મ.સ. તથા રાષ્ટ્રસંત યુગદિવાકર બા.બ્ર.પૂ.નમ્રમુનિ મ.સ. તથા ગુરૂણી મૈયાના પાવન પગલાથી જૈનચાલની ભૂમિ પાવન બની હતી. ગુરૂભગવંત તથા ગુરૂણી મૈયાનું સ્વાગત જૈનચાલ સંઘ તથા વિવિધ સંઘના શ્રાવક- શ્રાવિકાઓએ ભવ્ય શોભાયાત્રાથી કર્યુ હતુ. ગુરૂભગવંતોની વાણી સાંભળતા જ જૈનચાલની ભૂમિ પવિત્ર થઈ ગઈ અને સમગ્ર વાતાવરણ ધર્મમય બન્યુ હતુ. સંઘ દ્વારા ૧૫૦૦થી વધુ શ્રાવક- શ્રાવિકાઓ માટે નવકારશીનું આયોજન કરવામાં આવ્યુ. આ પ્રસંગે વિમલભાઈ મહેતા, મનીષભાઈ દેશાઈ, હિરેનભાઈ મહેતા, દિપકભાઈ પારેખ તથા જૈન ચાલના લોકો હાજર રહેલ. તેમ સંઘ પ્રમુખ પરેશભાઈ સંઘાણીની યાદીમાં જણાવાયું છે.

(3:39 pm IST)