Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

ટીટોડીઍ ટેકરી ઉપર ઈંડા મૂકયા

રાજકોટ : શહેરની ભાગોળે જામનગર રોડ ઉપર આવેલ ઘંટેશ્વર નજીક ટેકરી ઉપર આજે બપોરે ટીટોડીઍ ઈંડા મૂકયા છે. ઍવું માનવામાં આવે છે કે ઉંચી જગ્યાઍ ટીટોડી ઈંડા મૂકે તો તેને શુભ માનવામાં આવે છે અને ઍવું પણ કહેવાય છે કે વરસાદ સારો પડે છે.

(4:27 pm IST)
  • મુંબઈમાં ડ્રાઈવ - થ્રુ વેકસીનેશન શરૃઃ સીનીયર સીટીઝનો માટે સુવિધા : દેશભરમાં સંભવતઃ પ્રથમ પ્રયોગ : ઉદ્ધવ સરકારે સીનીયર સીટીઝનો માટે ખાસ સુવિધા શરૂ કરી છે. સીનીયર સીટીઝને પોતાના વાહનમાં જ દાદર (પેસ્ટ) ખાતે ખાસ સુવિધા ઉભી કરી છે ત્યાં જવાનું મોટરની નીચે પણ નહિં ઉતરવાનું બીએમસી દ્વારા વાહનમાં જ કોરોના વેકસીન આપવામાં આવે છે. રોજના ૫૦૦૦ વેકસીનેશનની સુવિધા છે. દેશભરમાં ડ્રાઈવ - ઈન વેકસીનેશન સેવા સંભવતઃ પ્રથમ વખત મહારાષ્ટ્રમાં શરૂ થઈ છે. access_time 12:49 pm IST

  • હિંસા કેમ થાય છે ? મમતાની સરકાર પાસે મોદી સરકારે રિપોર્ટ મગાવ્યો :ચૂંટણી પછીની શરૂ થયેલ હિંસા અંગે પશ્ચિમ બંગાળ સરકાર પાસે રિપોર્ટ મંગાવતી કેન્દ્ર સરકારઃચૂંટણી પરિણામો બાદ પશ્ચિમ બંગાળમા ઠેર ઠેર થઈ રહેલા તોફાનો મુદ્દે કેન્દ્રીય ગૃહ મંત્રાલયએ રાજ્ય સરકાર પાસે રિપોર્ટ મંગાવ્યો છે. access_time 3:18 pm IST

  • આંધ્રપ્રદેશ સરકારે જાહેર કર્યું છે કે રાજ્યમાં કોરોના સંક્રમણ વધતા, રાજ્યમાં 5 મેં થી 14 દિવસ માટે આંશિક કર્ફ્યુ લાગુ કરવામાં આવશે : બધી દુકાનો સવારે 6 થી બપોરે 12 વાગ્યા સુધી જ ખુલી શકશે અને ફક્ત આવશ્યક સેવાઓને જ મંજૂરી આપવામાં આવશે access_time 8:38 pm IST