Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

રેલવે સ્ટેશન પાસેથી સાગર વજેલા ચોરાઉ બાઇક સાથે પકડાયો

પ્રનગર પોલીસે દબોચ્યો : રૈયા રોડ પરથી બાઇક ચોરી કર્યાની કબુલાત

રાજકોટ,તા.૪: રેલવે સ્ટેશન રોડ પરથી ચોરાઉ બાઇક લઇને નિકળેલા શખ્સને પ્રનગર પોલીસે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ રેલવે સ્ટેશન રોડ પર એક શખ્સ ચોરાઉ બાઇક લઇને નીકળ્યો હોવાની પ્રનગર પોલીસ મથકના કોન્સ. અક્ષયભાઇ ડાંગર અને મહાવીરસિંહ જાડેજાને બાતમી મળતા પીઆઇ. એલ.એલ.ચાવડાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ કે.ડી.પટેલ, હેડ કોન્સ. દેવશીભાઇ, વિજયરાજસિંહ, યુવરાજસિંહ, પ્રદિપસિંહ, કુલદીપસિંહ, અક્ષયભાઇ, મહાવીરસિંહ તથા અશોકભાઇ સહિતે રેલવે સ્ટેશન રોડ પરથી જીજે૩એચસી૮૬૦૧ નંબરના ચોરાઉ બાઇક સાથે પકડી લીધો હતો. તેની પુછપરછ કરતા તેણે આ બાઇક રૈયા રોડ ભગવતી ડેરી પાસેથી ચોરી કર્યાની કબુલાત આપી હતી.

(4:11 pm IST)
  • ચુંટણીઓ પુરી થતાં જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ૨૦ થી ૨૫ પૈસાનો વધારો ઝીંકાયો : દેશના પાંચ રાજયોમાં ચુંટણી પુરી થતાંવેંત જ આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો ઝીંકાયો છે. પેટ્રોલમાં ૨૦ પૈસા અને ડીઝલનાં ભાવમાં પ્રતિ લિટરે ૨૫ પૈસાનો વધારો થયો છે. access_time 10:38 am IST

  • પાંચમીએ ભાજપના મોટા પાયે રાષ્ટ્રવ્યાપી ધરણા પૂર્વે આવતીકાલે ૪ મે થી બે દિવસની પશ્ચિમ બંગાળની મુલાકાતે જે.પી.નડ્ડા દોડયા : ચૂંટણીઓ પુરી થયા પછી પશ્ચિમ બંગાળમાં વ્યાપક હિંસા અને તોફાનોના પગલે ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડા મંગળવારથી પશ્ચિમ બંગાળની બે દિવસની મુલાકાતે જઇ રહ્યાનું જાણવા મળે છે. access_time 12:06 am IST

  • સાંજે ૬ વાગ્યે : રાજકોટમાં ૪૧.૨ ડિગ્રી : તાપ અને બફારા વચ્ચે ૧૪ કિ.મી.ની ઝડપે પવનો ફૂંકાઈ રહ્ના છે. હવામાન વિભાગ કહે છે હજુ ઍકાદ - બે દિવસ ૪૧ ડિગ્રી આસપાસ તાપમાન રહેશે : બાદ ૧ થી ૨ ડિગ્રી વધવા સંભવ access_time 5:48 pm IST