Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

યુવા ભાજપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ

ભાજપ દ્વારા 'મારૂ બુથ કોરોના મુકત, મારૂ બુથ વેકસીન યુકત' અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો ચાલી રહ્યા છે. તેના ભાગરૂપે શહેર યુવા ભાજપ મોરચા દ્વારા વોર્ડ નં. ૧૦ માં પારસ હોલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો. હાલ બ્લડની અછત હોય વધુને વધુ લોકો રકતદાન તરફ વળે તેવા પ્રયાસો હાથ ધરાયા હતા. આ તકે પ્રદેશ ભાજપ મંત્રી શ્રીમતી બીનાબેન આચાર્ય, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, સ્ટેન્ડીૅગ કમીટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, વોર્ડ નં. ૬ ના કોર્પોરેટર પરેશભાઇ પીપળીયા, વોર્ડ નં. ૧૦ ના પ્રમુખ રજનીભાઇ ગોલ, અગ્રણી પરેશભાઇ હુંબલ, શિશુ કલ્યાણ સમિતિના ચેરમેન જયોત્સનાબેન ટીલાળા, આરોગ્ય સમિતિના ચેરમેન ડો. રાજેશ્રીબેન ડોડીયા, કોર્પોરેટર નિરૂભા વાઘેલાા, યુવા મોરચાના પ્રમુખ સંજય વાઘર, સેનેટ સભ્ય ભરતસિંહ, ધર્મરાજસિંહ જાડેજા, દર્શીલ પટેલ, યશ ગોંડલીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:32 pm IST)
  • આજે ફરી રાજકોટ શહેર - જિલ્લામાં કોરોના ધુણ્યો : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 593 અને ગ્રામ્યના 133 કેસ સાથે કુલ 726 નવા કોરોના ના કેસ નોંધાયા access_time 7:30 pm IST

  • કોરોનાઍ વધુ મેચનો ભોગ લીધો : બુધવારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાનાર આઈપીઍલ મેચ નવી તારીખે રમાશેઃ બુધવારે બંધ રહેશે તેમ બીસીસીઆઈના સૂત્રોને તાકીને ન્યુઝ ઍજન્સીઍ જણાવ્યુ છે access_time 11:23 am IST

  • બંગાળ હિંસાઃ વડાપ્રધાને ખૂન-ખરાબા અંગે ચિંતા વ્યકત કરી : રાજ્યપાલ સાથે વાત કરી રીપોર્ટ માંગ્યોઃ મામલો સુપ્રિમ કોર્ટ પહોંચ્યોઃ સીબીઆઈ તપાસની માંગણી access_time 4:07 pm IST