Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

રાજકોટના જંગલેશ્વરમાં સ્થાનિક લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ : ટોળું એકત્ર થતા પોલીસ અધિકારીઓ દોડ્યા

ટ્રાફિક પોલીસની મહિલાએ ચેકીંગ માટે એક મહિલાને રોકતા બોલાચાલી : પોલીસે ઘરમાં રહેવાનું કહેતા ટોળું બહાર નીકળ્યું

રાજકોટ : શહેરમાં લોકડાઉંનની સ્થિતિ વચ્ચે જ્યાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે તેવા જંગલેશ્વર વિસ્તારમાં આજે રાત્રે સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું મળતી વિગત મુજબ આજે રાત્રે ટ્રાફિક પોલીસની મહિલાએ ચેકીંગ માટે એક મહિલાને રોકતા રક્ઝક થઇ હતી બાદમાં પોલીસે દરમિયાનગીરી કરતા અને લોકોને ઘરમાં રહેવાની અપીલ કરતા લોકો ઘરની બહાર નીકળવા લાગ્યા હતા અને ટોળું ભેગું થવા લાગ્યું હતું આ અંગે જાણ થતા યુદ્ધ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા છે અને લોકોને સમજાવી મામલો થાળે પાડ્યો હતો

(10:46 pm IST)