Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

લોકડાઉનના કપરા સમયમાં કોર્પોરેટર શિલ્પાબેન જાવીયાની અવિરત લોકસેવા

રાજકોટઃલોકડાઉનના આવા કપરા સમયમાં વોર્ડ નં.૯ના જાગૃત કોર્પોરેટર શિલ્પાબેન જાવીયા સતત લોકોની સેવાર્થે દોડતા રહ્યા છે.શહેરના આવા ભૂખ્યા પરિવારો માટે દરરોજ કઢી-ખીચડી, વેજીટેબલ પુલાવ- પૌવા-બટેટા સહિતના વસ્તુના સેંકડો પેકેટો તૈયાર કરાવીને શહેરના અનેક ઝુંપડીપટ્ટી વિસ્તારોમાં જઈને સ્વંયસેવકો સાથે જઈને જરૂરિયાતમંદ પરિવારોને વિતરીત કરી રહ્યા છે.તાજેતરમાં શહેર ભાજપ દ્વારા લોકોમાં માસ્ક પહેરવા જાગૃતિ આવે તે માટે જરૂરીયાતમંદોને વોર્ડવાઈઝ માસ્ક વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં ઉત્સાહભેર ભાગ લઈને શિલ્પાબેને તેમના વોર્ડના દરેક વિસ્તારોમાં ફરી વળીને જરૂરિયાતમંદોને માસ્કનું નિઃશુલ્ક વિતરણ કરીને લોકોને માસ્ક પહેરવાના લાભો સમજાવ્યા હતા.માત્ર એટલું જ નહીં શિલ્પાબેને પોતાના વોર્ડના જરીરુયાતમંદ પરિવારો માટે ૧૫ દિવસ ચાલે તેવી જીવનજરૂરી ચીજવસ્તુઓની રાશનકિટો તૈયાર કરાવીને સેંકડો જરૂરિયાતમંદ પરિવારોને વિતરણ કરી હતી.

(4:24 pm IST)