Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

રાજકોટમાં પરપ્રાંતિયોને ફકત ગ્રુપને જ રૂબરૂ પરમીશન

વ્યકિગત મંજૂરી ઓનલાઇન જ મળશે

રાજકોટ તા. ૪ :.. શહેરમાં આજે કલેકટર કચેરીએ પરપ્રાંતિયો પોતાનાં વતન જવાની મંજૂરી માટે કલેકટર કચેરીએ ઉમટી પડતાં સોશ્યલ ડીસ્ટન્સનાં ધજાગરા થયા હતાં. આથી હવે ફકત ગ્રુપને જ મંજૂરી આપવા નિર્ણય લેવાયો છે.

આજે સવારથી પરપ્રાંતિય શ્રમિકોનાં ટોળા પરમીશન માટે કલેકટર કચેરીએ ઉમટી રહ્યા હતાં.

જેના કારણે કલેકટર કચેરી ત્થા આસપાસનાં વિસ્તારોમાં ટોળેટોળા જોવા મળતાં વિસ્તારવાસીઓમાં ભય ફેલાયો હતો.

દરમિયાન આ ટોળા શાહી દુર કરવા કલેકટર કચેરીએ પોલીસનાં ધાડેધાડા ઉતારી લોકોને ભગાડવામાં આવ્યા હતાં.

તેમજ કલેકટર કચેરીએ રૂબરૂ પરમીશન આપવા માટે ગ્રુપનાં લીડરને કચેરીએ બોલાવીને જ પરમીશન અપાશે જેથી ટોળા ન થાય. જયારે ૪ થી પ વ્યકિતને કે ૧ વ્યકિતને ઓન લાઇન જ પરમીશન જ આપવા નિર્ણય લેવાયો છે.

(4:23 pm IST)