Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

ખાનગી શાળાને ટક્કર મારતી શિક્ષણ સમિતિ : ઘરે બેઠા એડમિશન

ધો. ૧ થી ૮ નાં બાળકો માટે ઓનલાઇન એડમીશન સીસ્ટમ લોન્ચ કરાઇ : ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર દ્વારા વિતરણ પહેલ

રાજકોટ, તા. ૪ :  નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ખાનગીશાળાને ટક્કર આપે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. ધો. ૧ થી ૮ ના બાળકો માટે ઓનલાઇન એડમીશન સીસ્ટમ લોન્ચ કરવામાં આવી હોવાનું શિક્ષણ સમિતિનાં ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુરે જણાવ્યું હતું.

હાલ કોરોના વૈશ્વીક મહામારીના સમયમાં લોકડાઉન હોવાથી શાળાઓ બંધ છે ત્યારે જે વાલીઓ પોતાના બાળકોને પ્રવેશ મેળવવા ઈચ્છે છે તેઓ મૂંઝવણ અનુભવી રહ્યા છે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ દ્વારા ધોરણ ૧ થી ૮ માં પ્રવેશ મેળવવા ઈચ્છતા વાલીઓ માટે અમે ઓનલાઈન એડમીશન સિસ્ટમ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. આ માટે નીચેની લીનક માં કિલક કરવાનું રહેશે જેમાં તેઓને શિક્ષણ સમિતિની દરેક વિશેષતા જોવા મળશે તથા તેમાં વાલીઓએ પોતાના બાળકના  એડમીશન માટે સામાન્ય માહિતી આપવાની રહેશે. અમારી ટીમ દ્વારા તે વાલીનો કોન્ટેકટ કરીને એડમીશન કન્ફર્મ કરવામાં આવશે. પ્રવેશ પાત્ર બાળકોને શૈક્ષણિક કીટ જેવી વિશેષ સવલતો મળે તે માટે પણ અમો સતત પ્રયત્નશીલ છીએ. સમગ્ર ઓનલાઈન એડમિશન પ્રોજેકટમાં ચેરમેન  નરેન્દ્રસિંહ એન. ઠાકુર, વાઈસ ચેરમેન શ્રી ભારતીબેન રાવલ તથા તમામ સદસ્યો તેમજ શાસનાધિકારી એસ.બી.ડોડીયાના માર્ગદર્શન આપી રહ્યા છે.

ઓનલાઈન એડમીશન પોર્ટલનું સમગ્ર સંચાલન યુ.આર.સી કો.ઓર્ડીનેટર  દીપકભાઈ સાગઠીયા દ્વારા કરવામાં આવી રહ્યું છે.

ધો ૧ થી ૮ માં પ્રવેશ ફોર્મ માટેની લીંક

https://forms.office.com/FormsPro/Pages/ResponsePage.aspx? id=SbiB7keBFkKgIbM_ 3UD1Uj2L0l1CP5V DjNDXZ3a8S7dUO UVDSkgwVzdaRlZC VFo5R1BFRVUzR001Uy4u

(4:23 pm IST)