Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

કોર્પોરેટરો ૩૦થી ૩પ% ગ્રાન્ટ કોરોના સામે સંરક્ષણ માટે ફાળવશેઃ વિચારણા

પ્રત્યેક કોર્પોરેટરોને ૧પ લાખની ગ્રાન્ટ મળે છેઃ હવે વોર્ડમાં વિકાસકામોમાં કાપ મૂકવો પડશે

રાજકોટ તા. ૪ :.. કોરોનાં સંક્રમણ રોકવા રાજય સરકાર દ્વારા આરોગ્ય સેવાઓ પાછળ કરોડો રૂપિયા ખર્ચવામાં આવી રહ્યા છે. મ્યુ. કોર્પોરેશને પણ લાખો રૂપિયા ખર્ચી નાખ્યા છે. અને હજુ પણ કોરોનાં સામે સંરક્ષણાત્મક આરોગ્ય લક્ષી પગલા લેવાની જરૂર પડશે આથી કોર્પોરેટરોની ગ્રાન્ટમાં ૩૦ થી ૩પ ટકા કપાત કરીને બચેલી રકમ  આરોગ્ય લક્ષી સેવાઓ માટે ફાળવી દેવા તંત્ર વાહકો ગંભીરતા પૂર્વક વિચારી રહ્યા છે.આ અંગે આધારભુત સુત્રોનાં જણાવ્યા મુજબ રાજય સરકારે ધારાસભ્યોની ગ્રાન્ટમાં મુકી કોરોનાં સંરક્ષણ માટે વધુ રકમ ફાળવવાનો નિર્ણય લઇ લીધો છે. ત્યારે હવે તેનાં પગલે રાજકોટ મ્યુનીસીપાલ કોર્પોરેશન દ્વારા પણ કોર્પોરેટરોને તેઓનાં વોર્ડમાં વિકાસ કામો  માટે અપાતી વાર્ષિક ગ્રાન્ટનાં ૩૦ થી ૩પ ટકા રકમ કાપવા વિચારણ ચાલી રહી છે. અને ગ્રાન્ટમાંથી બચેલી રકમ કોરોનાં સંક્રમણ રોકવા અને આરોગ્ય લક્ષી સંરક્ષાત્મક કામગીરી માટેનું ફંડ વધારવાનું આયોજન છે.નોંધનીય છે કે અગાઉ કોર્પોરેટરોને ૧૦ લાખની વાર્ષિક ગ્રાન્ટ આપવામાં આવતી. જેમાંથી કોર્પોરેટરો-મેટલીંગ રોડ, નાલા પુલીયા, પાણી-ડ્રેનેજ લાઇનો વૃક્ષારોપણ, બાગ-બગીચા, વગેરે જેવા નાના-મોટા વિકાસ કામો પોતાનાં વોર્ડમાં કરાવતાં હતાં. આ વર્ષથી જ કોર્પોરેટરોની ગ્રાન્ટમાં પ લાખનો વધારો કરી ૧પ લાખ આપવાનો નિર્ણય થયો પરંતુ કોરોનાં સંક્રમણને કારણે હવે કોર્પોરેટરોને પુરે-પુરી ૧પ લાખની ગ્રાન્ટ નહી મળે. કેમ કે સંભવત પ લાખની ગ્રાન્ટ કોર્પોરેટરો કોરોનાં સામે સંરક્ષણ માટે ફાળવી દેશે.આમ કોર્પોરેટરોએ આ વર્ષે તેઓનાં વોર્ડમાં વિકાસ કામો ઉપર કાપ મુકવો પડશે.

(4:20 pm IST)