Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

લાયન્સ કલબ સિલ્વર દ્વારા લોકડાઉનમાં સેવા અભિયાન

 કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે લોકડાઉનની અમલવારી શરૂ કરાતા ગરીબ અને જરૂરતમંદ લોકોને અગવડતા ન પડે તે માટે લાયન્સ કલબ રાજકોટ સિલ્વરની ટીમ દ્વારા પણ ભોજન સેવા અને માસ્ક, સેનીટાઇઝર વિતરણનું કાર્ય આરંભાયુ હતુ. લાયન્સ કલબ સેક્રેટરી રેશ્માબેન સોલંકીના નેતૃત્વ હેઠળ શરૂ કરાયેલ આ સેવા અભિયાનમાં ગોળ- રોટલી, વિધવા બહેનોને રાશન કીટ, વૃધ્ધાશ્રમોમાં માસ્ક અને સેનેટાઇઝર વિતરણ, અબોલ જીવો માટે ચણ અને પશુઓને ઘાસચારો તેમજ ઝુપડપટ્ટીના લોકોને ગરમા ગરમ ભોજન પહોંચાડવાની સેવા ચાલુ રાખવામાં આવી હતી. સંસ્થાના સભ્ય ડો. પ્રકાશભાઇ સોલંકીએ જાતે સિલાઇ મશીન ઉપર બેસીને દરરોજના ૫૦ માસ્ક લેખે એક માસ સુધી વિનામુલ્યે વિતરણ કરેલ. સમગ્ર સેવા કાર્યમાં લાયન્સ કલબના અલ્કાબેન કામદાર, લાયન અંકિતભાઇ, લીઓ પ્રેક્ષા, લાયન બકુલભાઇ, લાયન અનવરભાઇ ઠેબા, લાયોનેસ લાયન પ્રેસીડેન્ટ નિતેશભાઇ મજીઠીયા, લાયોનેસ જયશ્રીબેન પારેખ, લાયોનેસ સીમાબેન, લાયોનેસ ભાવનાબેન મહેતા સહીત લાયન સિલ્વરના સભ્યો સાથે જોડાયા હતા.

(4:12 pm IST)